તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માગ

Contact News Publisher

તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર આપી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માગ કરી છે.

તાપી જિલ્લા કલેકટરશ્રીને અપાયેલા આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા નીચે મુજબની રજૂઆત કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યની સાથે તાપી જીલ્લામાં ભારે અતિભારે વરસાદ થતાં ખેડુતોના તમામ પાકોને વ્યાપક પણે નુકસાન થયું છે. તાપી જિલ્લાના ખેડૂતોનો મુખ્ય પાક ડાંગર છે . જેમા લશ્કરી ઈયળના ઉપદ્રવને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એમ પણ ખેડૂતો આકાશી ખેતી ઉપર આધાર રાખે છે. જેઓને વર્ષમાં એક જ વખત ખેતીની ઉપજ મળતી હોય જેને થોડી ઘણી આવકમાંથી આંખો વર્ષ સુધી પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ડાંગર, સોયાબીન, અડદ , મગફળી, મકાઈ, હાઇબ્રીડ જુવાર કે અન્ય પાકને મોટાપાયે નુકસાન થયું છે. ઉકાઈ જળાશય કિનારે વર્ષોથી પોતાની જમીન કે ડુબાણમાં જતી નહોતી તેમાં ખેતી કરતા અસરગ્રસ્તોની કમરતો વરસાદએ પહેલાં જ તોડી નાખી છે. કેમ કે જળાશયના પાણીનું લેવલ વધી જવાથી જે ઉભા પાકમાં પાણીનો ભરાવો સતત રહેતા તે પાકો સદંતર નિષ્ફળ ગયા છે. જ્યારે બાકીના ખેડૂતોની કમોસમી વરસાદે કમર તોડી નાખી છે. તદુપરાંત ડાંગર બાદ રહેતી પરાળ(ઘાસ) ને પણ નુકસાન થતા પશુઓના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ભારેથી અતિભારે વરસાદ તેમજ કમોસમી વરસાદને કારણે તાપી જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. એક બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી અને બીજી બાજુ કુદરતી આફતો સામે ખેડૂતો લાચાર બન્યા છે. તેઓને સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *