ડાંગ જિલ્લામાં શિયાળાની ઋતુમાં થયુ ઝરમરિયો વરસાદનુ આગમન
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લામાં કડકતી ઠંડી ના વાતાવરણમાં અચાનક શુકવારે મળસ્કે થી લઇ રાત્રી દરમ્યાન અને શનિવારે સતત વાતાવરણમાં પલટો આવતાં મેઘરાજાએ મધ્ય સ્વરૂપે દસ્તક દેતા સમગ્ર વિસ્તારમાં પાણી પાણી અને શીત લહેરી વ્યાપી હતી.
રાજયના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા અહીના આદીવાસીઓના ખેડૂતોના જન જીવન પર માઠી અસર જોવા મળી રહી હતી. અહી ડાંગ જિલ્લામાં શિયાળાની ઋતુમાં ખેડુતો દ્વારા શિયાળુ પાક કરવામાં આવે છે પરંતુ શુકવારે સવારે મળસ્કે થી ઝરમરિયો વરસાદ વરસ્યો હતો જે બપોર બાદ ખુલી જતા ખેડુતોએ હાશ કારો લીધો હતો પરંતુ શુક્રવાર ના જ રાત્રી અને શનિવારે દિવસ દરમિયાન આખી રાત ઝરમરિયો વરસાદ વરસતા ખેડૂતોના શિયાળુ પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે જેમા મસુર, ચણા,ટામેટા, મકાઇ ,વટાણા જેવા પાકોને નુકસાન થાય શકે છે તો વળી અન્ય પાકોને જીવતદાન પણ મળ્યુ છે જેમાં ઘઉં, બાજરી, રીંગણ, મરચા, જેવા અન્ય પાકો કરનાર ખેડુતો ખુશ જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના લોકો મસુર, ચણા અન્ય જેવા પાકોનુ વધુ પડતી ખેતી કરે છે જે ખેડુતો ચિંતાતુર બન્યા છે. આમ ડાંગ જિલ્લામાં ઝરમરિયો વરસાદ શુકવારે રાત્રી અને શનિવારે દિવસ દરમિયાન સતત વરસાદ વરસતા ડાંગ જિલ્લાના અન દાતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો.