ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ થતાં શિયાળામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણથી હિલસ્ટેશન જેવો અનુભવ થતાં વઘઇમાં યુવાનો તાપણું કરતાં જોવા મળ્યા.
વિવિધ વિસ્તારોમાં બદલાયેલા હવામાનના પગલે છેલ્લા બે દિવસથી ભર શિયાળામાં ચોમાસાનો માહોલ જામ્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે. તો આ વાતાવરણની અસર ડાંગ જિલ્લામાં પણ જોવા મળી હતી આમ શિયાળામાં માવઠું થતાં વાતાવરણમાં પલટો આવતાં ઠંડી પણ અચાનક જ તીવ્ર બની છે. જ્યારે માવઠાંની અસર હેઠળ સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. જેને લઈને ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં યુવાનો પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપણું કરતાં જોવા મળ્યા હતા.