માંગરોળ અને મેરા ગામની વચ્ચેથી પસાર થતી કીમ નદીનાં કિનારે આવેલા સોમેશ્વર સ્મશાન ગૃહ ખાતે દીપ ટ્રસ્ટ તરફથી ૧૭ લાખના ખર્ચે બે ભઠ્ઠી, શૌચાલય અને લાકડા મુકવા માટેનું ગોડાઉન ઉભું કરાશે : આજે વનમંત્રીનાં હસ્તે ભૂમિપૂજન વિધિ કરાઈ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ):  માંગરોળ અને મેરા ગામની વચ્ચેથી પસાર થતી કીમ નદીનાં કિનારે આવેલા સોમેશ્વર સ્મશાન ગૃહ ખાતે દીપ ટ્રસ્ટ તરફથી ૧૭,૧૧,૫૦૦ રૂપિયાના ખર્ચે બે ભઠ્ઠી શેડ સાથે, શૌચાલય અને લાકડા મુકવા માટેનું ગોડાઉન ઉભું કરવામાં આવનાર છે. જેની આજે તારીખ ૧૧ મી ડિસેમ્બરનાં રોજ આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં સિનિયર વન વિભાગના મંત્રી ગણપતસિંહ વાસવાને વરદ હસ્તે ભૂમિપૂજન વિધિ કરવામાં આવી છે. સોમેશ્વર સ્મશાન ગૃહ ઉભું કર્યાને ઘણો લાંબો સમય થયો છે. જેથી આ સ્મશાન ગૃહની ભઠ્ઠીઓ અને ઉપર નો શેડ જર્જરીત થઈ જતાં આ ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપ સિંહ રાઠોડના પ્રયાસથી માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટ તરફથી ઉપરોક્ત કામો કરવા માટે ૧૭,૧૧,૫૦૦ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ કામ પણ દીપ ટ્રસ્ટ જ કરશે. આ કાર્યક્રમમાં દિલીપસિંહ રાઠોડ, જગદીશ ભાઈ ગામીત, દિપકભાઇ વસાવા, સોમેશ્વર સ્મશાન ગૃહનાં મંત્રી કિનનરભાઈ પટેલ,સ્મશાન ગૃહનાં સદસ્યો હાજર રહ્યા હતા. જ્યારે GIPCL કંપનીનાં જનરલ મેનેજર એન.કે. સીંગ, એન. પી. વઘાસિયા, મહેશભાઈ ઘરીયા, નિલેશભાઈ પરીખ વગેરે હાજર રહ્યા હતા. આ કામ દીપ ટ્રસ્ટે મંજુર કરતાં માંગરોળ અને વાલીયા તાલુકાની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે. આ પ્રસંગે સોમેશ્વર ટ્રસ્ટ તરફથી GIPCL કંપનીના MD અને GM તથા દીપ ટ્રસ્ટનાં CEO નું સન્માન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other