તાપી : અનુસ્નાતક કોર્ષ શરૂ કરવા NSUIનું કલેક્ટરને આવેદન પત્ર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : NSUI દ્વારા તા. ૧૬/૭/૨૦ના રોજ કલેક્ટરશ્રીને તાપી જિલ્લાની કોલેજોમા P.G કોર્ષ M.A, M.com, M.Sc ના વિષયો માટે આવેદન આપવામા આવ્યું હતું તેને ધ્યાને લઈ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી થી P.G. એટલે કે અનુસ્નાતક કોર્ષ શરૂ કરવા અને vnsgu યુનિવર્સિટી ની મંજુરી મેળવવા તાપી જિલ્લાની કોલેજોને આદેશ આપવામા આવ્યા હતા, છતા તાપી જિલ્લાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ, સરકારી વિનયન કોલેજ ઉચ્છલના આચાર્યોએ બેદરકારી દાખવી અનુસ્નાતક કોર્ષ કેન્દ્રોની દરખાસ્તો મોકલવાના વિલંબ કર્યો અને જેથી તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ મા વંચિત રહી જતા અને ૨૦૨૧-૨૨ શૈક્ષણિક વર્ષમા શરૂ કરવામાં આવે તે બાબતે આજરોજ 10/12/20 ના રોજ વિદ્યાર્થી સંધઠન તાપી નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડીયા (NSUI) દ્વારા કલેક્ટરશ્રી ને આવેદન આપવામા આવ્યું અને કોલેજના આચાર્યોને બોલાવી મિટીંગ-ચર્ચા કરી આ માંગ ને ૭ દિવસમા સંતોષવામા નહી આવે તો વ્યારા, સોનગઢ, ઉચ્છલ કોલેજ nsui ધરણા પ્રદર્શન અને કોલેજોને તાળાબંધી કરશે.
આવેદન આપતી વખતે વ્યારા કોલેજના જી.એસ. નૈતિક, માજી જી.એસ. વિરલ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના જી.એસ. સુધીરભાઈ, સરકારી વિજ્ઞાન કોલેજના જી.એસ. શ્રેયસભાઈ, સરકારી વિનયન કોલેજના માજી જી.એસ. અંકુરભાઈ અને જે.બી. હાઈસ્કૂલ વ્યારાના માજી જી.એસ. દાઉદભાઈ, NSUI ના અગ્રેણીઓ અવિનાશ, શંકરભાઈ, નિતીનભાઈ, અસદભાઈ ઉપસ્તીથ રહ્યા હતા.