માંગરોળ-ઉમરપાડા તાલુકાનાં અનેક નિવૃત કર્મચારીઓનું માંહે નવેમ્બરનું પેન્શન જમા ન થતાં નિવૃત કર્મચારીઓમાં રોષ
(નઝીર પાંંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં અનેક નિવૃત કર્મચારીઓનું નવેમ્બર માસનું પેન્શન જમા ન થતાં આ નિવૃત કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ પ્રશ્ને નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ જી.પરમારે જણાવ્યું છે કે બંને તાલુકાનાં નિવૃત તમામ કર્મચારીઓના હયાતના ફોર્મ નિયત સમયમાં ભરી દેવા માં આવ્યા છે. ફોર્મ ભર્યા બાદ ઓક્ટોબર માસનું પેન્શ ન જમા થઈ ગયું હતું. ત્યારે નવેમ્બર માસનું પેન્શન કયા કારણોસર અટકાવવામાં આવ્યું છે. એનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. જે નિવૃત કર્મચારીઓને પેન્શન મળ્યું નથી એવા કર્મચારીઓએ મંડળના પ્રમુખ ને ફોન દ્વારા ફરિયાદ કરતાં, પ્રમુખે આ પ્રશ્ને સુરત, જિલ્લા ટ્રેઝરી કચેરીનાં પેન્શન વિભાગમાં ફોનથી વાત કરતાં કોઈ સીધો જવાબ મળતો નથી. જેથી આ વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ જાણીબુજી ને પેન્શનરોને હેરાન કરી રહ્યા છે. ઘણીવાર કઈ ને કઈ કવેરી કાઢી પેન્શનરોને સુરત સુધી બોલાવે છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકા નિવૃત કર્મચારી મંડળે પેન્શન વિભાગમાં જે કર્મચારી ફરજ બજાવે છે એની બદલી કરવા માંગ કરી છે.