તાપી જિલ્લાનાં ત્રણ તાલુકાના પ્રાથમિક શિક્ષકોના વધ ઘટ  કેમ્પમાં 125 પૈકી 73 જગ્યા ભરાઈ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તાપી જિલ્લામાં આજથી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા વધ ઘટ બદલી કેમ્પનું આયોજન થયું છે. તાલુકાવાર યોજવામાં આવેલ ત્રણ દિવસીય કેમ્પના પ્રથમ દિવસે વ્યારા, ડોલવણ અને વાલોડ તાલુકાના શિક્ષકો માટે તાલુકા મથકો પર તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન.બી. પટેલ ની અધ્યક્ષતામાં કેમ્પ યોજવામાં આવ્યા હતા. કેમ્પ પૂર્વે તાપી શૈક્ષિક મહાસંઘની રજૂઆતને કારણે પહેલાથી જ શિક્ષકો પાસે વાંધા અરજી મંગાવી સુનાવણી હાથ ધરીને પ્રશ્નોનું નિરાકરણ કરવામાંઆવયું હતું. અને આ કેમ્પોમાં વ્યારા, ડોલવણ અને વાલોડ તાલુકાની કુલ 125 જગ્યા પૈકી 73 જગ્યા વિવાદ વગર સરળતાથી ભરવામાં આવી હતી. હવે તા.10 ના રોજ ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા અને તા.11 ના રોજ સોનગઢ તાલુકો તથા વધ ઘટમાં બાકી રહેલા શિક્ષકો માટેનો જનરલ કેમ્પ સોનગઢ કુમાર શાળામાં રાખવામાં આવશે.

About The Author

1 thought on “તાપી જિલ્લાનાં ત્રણ તાલુકાના પ્રાથમિક શિક્ષકોના વધ ઘટ  કેમ્પમાં 125 પૈકી 73 જગ્યા ભરાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other