૪૨૦૦ ગ્રેડ પે, એચ.ટાટના આર.આર. બાબતના પ્રશ્નોનો ઉકેલ ન આવતા રાજ્યસંઘ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આંદોલન કરવાના મૂડમાં

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગુજરાત રાજ્યના ૬૫૦૦ ઉપરાંત પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦ ગ્રેડ પે પ્રશ્ને તથા એચ ટાટ મુખ્ય શિક્ષકના આર.આર. નક્કી કરવા બાબતે શિક્ષણમંત્રીશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અને રૂબરૂમાં પણ ચર્ચા કરવામાં આવી છે.તથા તારીખ ૧૯/૧૦/ ૨૦૨૦ ના રોજ પત્ર લખીને જાણ કરી હતી કે બંને પ્રશ્નોનો તારીખ ૩૦/૧૧/૨૦૨૦ સુધીમાં ઉકેલ નહીં આવે તો રાજ્યસંઘની કારોબારીનાં ઠરાવ અનુસાર તાલુકા, જીલ્લા અને રાજ્ય લેવલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આંદોલનનો કાર્યક્રમ આપશે, તે અનુસંધાને શિક્ષણમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલને તેમની ઓફિસમાં તારીખ ૫/૧૨/૨૦૨૦ ના મુલાકાત યોજાઇ હતી. જેમાં નાણા વિભાગ, શિક્ષણ વિભાગ અને સામાન્યવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.અને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચર્ચાના અંતે આપસાહેબોને જણાવીએ છે કે હજુ એકાદ બેઠક કરી આખરી નિર્ણય કરીશું તો આ બાબતે તારીખ ૧૨/૧૨/૨૦૨૦ સુધીમાં ૪૨૦૦ ગ્રેડ પે બાબતે તથા એચ ટાટના આર આર બાબતે સુખદ ઉકેલ લાવવા સંઘે વિનંતી કરી છે .એમ રાજ્ય સંઘના પ્રમુખ શ્રી જાડેજા, સતિષભાઈ પટેલ અને સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું છે. ઘણા સમયથી ઉપરોક્ત પ્રશ્નોનો ઉકેલ લાવવા જણાવ્યું છે. છતાં આ અંગે નિર્ણય લેવામાં વિલંબ થવાનાં કારણે શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી શિક્ષકોએ નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે નીચે મુજબ આંદોલન કાર્યક્રમ આપવા માટે ફરજ પડી છે. જેમાં અગામી તારીખ ૧૪ અને ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો કાળી પટ્ટી બાંધી શાળામાં જઈ ફરજ બજાવશે.તારીખ ૧૬, ૧૭, ૧૮ ડિસેમ્બર, આ ત્રણ દિવસમાંથી એક દિવસ જિલ્લા કક્ષાએ ૫૦ શિક્ષકો પ્રતિક ધરણા કરશે. તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ થી ૪૨૦૦ ગ્રેડ પે નો પરિપત્ર ન થાય ત્યાં સુધી દરરોજ જુદા જુદા જિલ્લાના ૫૦ શિક્ષકો ચાણક્ય ભવન સેક્ટર ૧૩ ગાંધીનગર ખાતે ધરણા કરશે. તારીખ ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં રાજ્યના હજારો શિક્ષકોને સ્પર્શ તો ૪૨૦૦ બાબતના પ્રશ્નોનો ઉકેલ લાવવા તથા એચ ટાટ મુખ્ય શિક્ષકની કેડર સને ૨૦૧૨ થી અમલમાં છે. છતાં તેઓના પગાર ધોરણ , ઉચ્ચતર પગાર ધોરણ અને બદલી જેવા અનેક વિસંગતતાઓને કારણે તેઓ લાભથી વંચિત રહે છે. ઉપરોક્ત તારીખના રાજ્ય સંઘ ના આદેશ મુજબ અમલ કરવા સુરત જિલ્લાના શિક્ષકોએ અમલ કરવાનો રહેશે એમ કિરીટ પટેલ પ્રમુખ સુરત જિલ્લા શિક્ષક સંઘે જણાવ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other