માંગરોળ બ્લોક કક્ષા ઓન લાઈનનો ઈનોવેશન ફેર યોજાયો, માંગરોળ BRC ભવન ખાતે યોજાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : GCERTC ગાંધીનગર અને ડાયેટ સુરત પ્રેરિત BRC બભવન માંગરોલ આયોજિત બ્લોક કક્ષાનું ઓન લાઇન ઇનોવેશન ફેરનું આયોજન તારીખ ૮ ડિસેમ્બર નાં અને તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ઓન લાઈન આયોજન BRC ભવન, માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડાયેટ સુરત થી ઉપસ્થિત માંગરોળ તાલુકાના લાયઝન અધિકારી એવા જગદીશભાઈ પટેલ, BRC કૉ -ઓર્ડીનેટર હીરાભાઈ ભરવાડ તથા તમામ SSA સ્ટાફ, સુનિલ ભાઈ ચૌધરી, ઇનોવેશનમાં ભાગ લેનાર તમામ શિક્ષક મિત્રો તથા ઇનોવેશન નિહાળનાર આચાર્યશ્રી તથા શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેર દ્વારા તમામ શિક્ષકોને ઇનોવેશન રજૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઇનોવેશનમાં ઇનોવેટિવ શિક્ષકોએ પોતાની કરેલી કામગીરીની PPT વિડિયો રજુ કર્યા હતા.તાલુકામાંથી જુદી જુદી શાળા ના ૪૭ શિક્ષકોએ ભાગ લીધો હતો. અને ખૂબ સફળતા પૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો. તેમજ આ કાર્યક્રમને સફળ કરવા માટે ટેકનિકલ સપોર્ટમાં સંદીપભાઈ પટેલ MIS માંગરોળ, વિજયભાઈ ચૌધરી અને આકાશ પટેલ CRC નાનીનારોલી દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other