આહવા : તાલુકા કક્ષાની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજયુકેટર તથા આશાબેનોની તાલીમનુ આયોજન કરાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સિનિયર મેડિકલ આેફિસ (DTO) ડો, પાઉલ વસાવા સાહેબ તાલુકા હેલ્થ આેફિસર ડો, દિલીપ શમૉ સાહેબ  તેમજ સાપુતારા પી.એચ.સી. ના મેડિકલ ઓફિસરશ્રી ડો. નિર્મલ પટેલના માગૅદશૅન હેઠળ તાલુકા કક્ષાની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાપુતારા પી.એચ.સી. મા કોવિડ-19 ને ધ્યાનમાં લઇને સામાજિક અંતર રાખીને પિયર એજયુકેટર તથા આશાબેનોની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીચે મુજબ ના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં પિયર એજયુકેટર અને આશા બેનોને એડોલેશન હેલ્થ કાઉન્સેલર તથા આયુષ મેડીકલ ઓફિસર દ્વારા RKSK કાર્યક્રમ વિશે સમજુતી પુરી પાડી અને પિયર અજયુકેટરની ભુમિકા અંગે વિગતવાર માહિતી આપવામા આવી સબંધિત વિવિધ વિષયો ઉપર ચાટૅ પેપર પર લેખન કરી, એ વિષયો પર એક પછી એક વિગતવાર ચચૉ રજૂઆત કરવામાં આવી. તેમને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ની આઈ.ઈ.સી.નુ વિતરણ કરવામાં આવ્યું. આરોગ્ય સંબંધિત રમત રમાડી, પ્રોત્સાહનના ભાગ રૂપે પિયર અજયુકેટર ને RKSK ના લોગો વાળા ટી શર્ટ, પેન્ટ ટોપી, માસ્ક અને ડાયરી અપવામા આવી અને તેમને પ્રોત્સાહિત કરવામા આવ્યા અને તેમને જે આજ રોજ કિશોર કિશોરી ના આરોગ્ય વિષય પર તાલીમ આપવામાં આવી હતી તે સંબંધિત માર્ગદર્શન તેમના ગામમા રહેતા, કિશોર કિશોરી સુધી પહોંચાવે તેવી સમજુતી આપવામા આવી, અને વધુમાં હાલહતી કિશોરીઓને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ મેડિકલ આેફિસર ડો.નિર્મલ પટેલ તથા આયુષ મેડિકલ ઓફિસર ડો પ્રાચી ભોયા દ્વારા પિયર એજયુકેટરની આરોગ્યની તપાસ કરવામાં આવી આમ પી.એચ.સી.ના મેડિકલ આેફિસર શ્રી, ડો. નિર્મલ પટેલ આયુષ મેડિકલ ઓફિસર ડો. પ્રાચી ભોયા અડોલેશન હેલ્થ કાઉન્સેલર, મનીષા ચૌહાણ, આશાબેનો પી.એચ.સી.ના કમૅચારી. આમ બધા મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other