માંગરોળ પોલીસને તપાસ આપવામાં આવી : માંડવીના પુનાથી સ્ટેટ વિજિલન્સ ટીમે ૧૧ લાખથી વધુની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો તથા ૧૨થી વધુ વાહનો મળી કુલ ૪૬ લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં પુના ગામેથી સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી ખૂબ મોટા માત્રામાં વિદેશી દારૂની જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે જ ૧૨થી વધુ વાહનો પણ જપ્ત કર્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આ અંગે ગાઉથી બાતમી મળી હતી.એને આધારે રેડ કરતા રેડ સફળ નીવડી હતી. ટીમે ૪૯૯૨ બોટલો,૭૩૯૨ પ્લાસ્ટિકની બોટલો અને ૫૪૬ બિયરના ટીનો મળી કુલ ૧૨,૯૩૦ જેની કિંમત ૧૧,૧૮,૦૪૦ રૂપિયા કિંમત થાય છે.જ્યારે ૧૨ જેટલા વાહનોની કુલ કિંમત ૩૪,૮૦૦૦૦ રૂપિયા, મોબાઈલ એક મળી કુલ ૪૬,૦૩,૦૪૦ રૂપિયાનાં મુદામાલ સાથે મયુર શાંતિલાલ પટેલ, રહેવાસી માતા ફળિયું,બારડોલીની અટક કરવામાં આવી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૧૨ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ અંગેની ફરિયાદ માંડવી પોલીસ મથક ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલના ચેતનકુમાર હિતેષભાઈ બારેયા એ નોંધાવતા આર.બી.પ્રજાપતિ, સ્ટેટ મોનીટરીંગ સેલનાં પી.એસ.આઈ. આર.બી. પ્રજાપતિ એ દાખલ કરી હતી.સુરતનાં રેંજ આઈ.જી.અને સુરતનાં DSP એ આ ગુનાની તપાસ માંગરોળનાં પી.એસ.આઈ. પરેશ એચ. નાયીને આપવામાં આવતા માંગરોળ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીનો માંડવીથી કબ્જો લઈ માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.