તાપી : આદિવાસી સમાજ દ્વારા રાજકીય મેડાવડા યોજનારાઓ નેતાઓ ઉપર કલમ ૩૦૮ અને કલમ ૧૮૮ મુજબ ગુન્હો દાખલ કરવા માંગ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ આદિવાસી સમાજ દ્વારા મહામહીમ રાજ્યપાલશ્રીને સંબોધીને મામલતદારને અપાયેલ આવેદન પત્રમાં રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમોમાં સામેલ રાજકીય હોદ્દેદારો અને આગેવાનો સામે આઈ.પી.સી. કલમ ૩૦૮ અને કલમ ૧૮૮ મુજબ ગુન્હો દાખલ કરી પગલાં લેવા માંગ કરાઈ છે.
આદિવાસી સમાજ દ્વારા મામલતદારને સોંપાયેલ આવેદન પત્ર અક્ષરસહ નીચે મુજબ છે. “સવિનય સહ હમો આદિમજાતિ આદિવાસી સમાજ દ્વારા જણાવવાનું કે , આગેવાનશ્રી કાંતિભાઈ રેમાભાઈ ગામીતના પુત્ર જીતુભાઈના ઘરે તેમની પુત્રીની સગાઈ વખતે સ્વયંભૂ ઉમટી પડેલા લોકોની મીડને લઇને વહીવટી તંત્ર દ્વારા કોરોના નિતિ નિયમોનો ભંગ બદલ ગુનો દાખલ કરી ઘરપકડ કરવામાં આવેલ છે . તથા આદિવાસી વિસ્તારના અન્ય સામાજીક પ્રસંગોમાં પણ વહીવટી તંત્ર દ્વારા ખોટી રીતે પગલા લેવામાં આવી રહયા છે . સરકાર પર હાઈકોર્ટે જવાબ માંગતા સરકાર દ્વારા પોતાનો પક્ષ બચાવવા વહીવટી તંત્ર પર દબાણ કરી વહીવટી તંત્રએ આદિવાસી સમાજના લોકોને ટાર્ગેટ કરી આદિવાસી સમાજને દબાવવા માટે આઈ.પી.સી. કલમ ૩૦૮ અને કલમ ૧૮૮ નો દુરઉપયોગ કરી આદિમજાતિ આદિવાસી સમાજ સાથે મેદમાપની નિતિ રાખવામાં આવી છે જે સ્પષ્ટપણે લાગી રહેલ છે અને ભારતીય સંવિધાનમાં અમો આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા મુજબ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે . જેનું હનન સરકાર અને વહીવટી તંત્ર દ્વારા થઈ રહયું છે.
આ અગાઉ ચૂંટણી વખતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જેમકે તા . ૧૯-૧૧-૨૦૨૦ના રોજ ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલની રેલીઓમાં હજારો લોકો ભેગા થયેલા હતા અને ત્યાં સોશ્યલ ડિસ્ટન્ટસ તેમજ કોવિડ -૧૯ ના ગાઈડલાઈનનું સરેઆમ ભંગ થયેલ તેમજ ગુજરાતની આઠ વિધાનસભા વિસ્તારોમાં ઘારાસભ્યની ચુંટણીમાં પણ હજારો લોકો ભેગા થયેલા અનો કોવિડ -૧૯ ના ગાઈડ લાઈનનું સરેઆમ ભંગ થયેલ છે આવા રાજકીય કાર્યક્રમોમાં હજારો લોકોની ભીડ જોવા મળી હતી તેમજ ગુજરાત સરકારે પાચક ગીતા રબારીને કોરોના સામેની લડાઈમાં જાગૃતતાની બ્રાન્ડ એમ્બેસેટર બનાવી છે છતાં આ ગાયિકાએ કોવિડ -૧૯ ના નિયમોનું ખુલ્લેઆમ ભંગ કરી તા . ૦૧ ૧૨-૨૨૦ના રોજ સૌરાષ્ટ્રના ખંભાળિયા ખાતે મોવાણ ગામે કાર્યક્રમ કરેલ છે . આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પુનમ માડમ પણ હાજર હતાં માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટટસ વગર ખુલ્લે આમ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ફરતા હતા એની નોંધ પણ મિડિયા દ્વારા લેવામાં આવેલ છતાં તેમના પર કોઈ કાર્યવાહી સરકારે કે ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરેલ નથી અને તેમની વિરૂધ્ધ પણ સરકાર અને વહીવટતંત્ર દ્વારા આઈ.પી.સી. કલમ 3૦૮ અને ૧૮૮ ની કલમ મુજબ સરકાર દ્રારા કોવિડ -૧૯ ના ભંગ બદલ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી કે તેઓની વિરૂધ્ધ કોઈપણ જાતનો ગુનો દાખલ કરવામાં આવેલ નથી તાપી જિલ્લા વહીવટી તંત્રની પોતાના બચાવમાં આદિવાસી આદિમજતિને દબાવવાની નિતિ સ્પષ્ટ દેખાય આવે છે તેમજ આમ વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આદિમજાતિ આદિવાસી સાચે ભેદભાવની બેવડી નિતિ અપનાવી રહયા છે એવું સ્પષ્ટપણે જણાચ આવે છે અને અમારા આદિવાસી વિસ્તારમાં સામાજીક પ્રસંગોએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વયંભૂ લોકોની હાજરી થાય છે . આવા સામાજીક પ્રસંગોમાં વહીવટતંત્ર દ્વારા અને સરકાર દ્વારા કોવિડ -૧૯ ના ભંગ બદલ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવી રહયા છે જે સ્પષ્ટપણે આદિજાતિ આદિવાસી સમાજને અન્યાય થયેલ હોય અને આદિવાસીને જ ફકત ટાર્ગેટ કરવામાં આવી રહયા છે તેવું જણાય આવે છે.
આપ સાહેબને જણાવવાનું કે , કાયદામાં સર્વે લોકો માટે સમાન છે અને કાયદો બધાને જ લાગુ પડે છે તેમ છતાં જે રાજકીય હોદેદારો દ્રારા જે જે રેલીઓ અને કાર્યકમો થયા તેમાં કોવિડ -૧૯ ના ગાઈડ લાઈનનો ભંગ બદલ તેઓ વિરૂધ્ધ પણ આઈ.પી.સી. કલમ ૩૦૮ અને કલમ ૧૮૮ મુજબ ફોજદારી ફરિયાદ કે ગુનો દાખલ કરવામાં આવેલ નથી તો ભારતીય સંવિધાન થકી બનેલા કાયદાઓનું નિષ્પક્ષ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી આદિવાસી સમાજની અમારી માંગણી છે . અને જો તેવું નહિ કરો તો અમારા આદિવાસી સમાજ વિરૂધ્ધ કરવામાં આવેલ ફોજદારી કેસો તેમજ કાયેદસરની કાર્યવાહી પરત ખેંચવા અમે આદિવાસી સમાજ દ્વારા માંગણી કરીએ છીએ જો સરકાર પોતાના પક્ષના હોદ્દેદારો વિરૂધ્ધ કોવિ૬-૧૯ના ગાઈડ લાઈનના ભંગ બદલ આઈ.પી.સી. કલમ 3૦૮ અને કલમ ૧૮૮ મુજબ ફોજદારી કેસો કે કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવરો તો હમો આદિવાસી સમાજ દ્વારા ભારતીય સંવિધાને આદિવાસી સમાજને આપેલા આધિકારોની રૂહે આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.
નોંધ – તાપી જિલ્લો અનુસૂચિત – પ વિસ્તારમાં આવતો હોય અનુસૂચિ -૫ મુજબ અને ગુજરાત સરકાર દ્વારા સને ર ૦૧૪ માં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા આદિવાસી વિકાસ યાત્રા કરી આદિવાસી સમાજના હિતમાં પેસા એકટ નામનો કાયદો અમલમાં લાવ્યા હતા . પેસા એકટની અમલવારી દરેક ગ્રામપંચાયતોમાં લાગુ છે માટે પૈસા એકટ મુજબ ગ્રામ પંચાયતો સર્વપરી છે અને ગામ ડોસવાડાના ગ્રામપંચાયત દ્રારા કાર્યક્રમની પરવાનગી આપવામાં આવી હતી માટે બીજી કોઈ પરવાનગી લેવાની થતી નથી જેથી આ કાર્યકમને લગતા વ્યકિતઓ પર સરકારના દબાણમાં તાપી જિલ્લા વહીવટી તંત્રએ જે ફોજદારી ગુનો દાખલ કરેલ છે એ યોગ્ય નથી.”