માંગરોળથી ૧૬ કીમી દૂર આવેલી શિફા હોસ્પિટલ ખાતે આજે યોજાયેલા હૃદય રોગ સહિત અન્ય રોગોનાં નિદાન-સારવાર કેમ્પનો ખુબ મોટી સંખ્યામાં લોકોએ લીધેલો લાભ : પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ, નરોલી, તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ ઉપર માંગરોળથી ૧૬ કીમી આવેલા તડકેશ્વર ખાતે કાર્યરત શિફા ટ્રસ્ટ સંચાલિત શિફા હોસ્પિટલ ખાતે આજે તારીખ ૬ ડિસેમ્બરના રોજ સવારે ૧૦ થી બોપોરે ૧ વાગ્યા સુધી હૃદયરોગ નો નિદાન કેમ્પ, જેમાં હાઈટ-વેઇટ, બ્લડ પ્રેસર, રેન્ડમ બ્લડ સુગર, ECG, કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કન્સલ્ટેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું. આજે આ કેમ્પની સાથે યુરોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ફીઝીયોથેરાપીસ્ટ અંગે પણ કેમ્પમાં તપાસણી કરવામાં આવી હતી. કેમ્પમાં આવેલા દર્દીઓ માટે મફત તપાસ તથા પાંચ દિવસની દવા વિનામૂલ્યે આપવામાં આવી છે. કેમ્પમાં હૃદય રોગ માટે ડો.નરેન્દ્રભાઈ તનવર, ડો.રાજીવ ખરવર અને એમની ટીમ, જ્યારે ડો.રાહુલ ઠક્કર, ડો.પ્રમોદ ભાઈ પટેલ, ડો. ભૌતિક પટેલ, ડો.વિક્રમભાઈ કલસરિયા સેવા આપી હતી. આ મેડીકલ કેમ્પ સારી રીતે સફળ થાય એ માટે ટ્રસ્ટનાં સક્રિય ટ્રસ્ટી એવા અહમદભાઈ દેદાત દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકા સહિત આસપાસનાં ગામોની પ્રજાને આ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લીધો છે.