ચાલુ વર્ષે પાછળથી વરસાદ પડતાં માંગરોળ તાલુકાના અનેક વિસ્તારોમાં ચણાનો પાક થશે,ભાજીનું વેચાણ શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ વર્ષે માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાછળથી ખૂબ જ સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી હતી.પાછળથી વરસાદ પડવાથી માંગરોળ પંથકમાં ઘણાં લાંબા સમયથી પડતર પડી રહેલી ક્યારીની જમીન સહિત અન્ય ખેતીની જમીનોમાં ચાલુ વર્ષે ચણાનો પાક થવા પામશે.ખેડૂતોએ ક્યારી સહિતની અન્ય ખેતીની જમીનમાં ચણાનું વાવેતર કરતાં વાવેતર વાળી બધી જ જમીનમાં ચણાનું વાવેતર ઉગી જવા પામ્યું છે.સાથે જ હાલમાં ચણાની ભાજીનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે.હાલનો ભાવ પ્રતિ કીલો ૧૨૦ થી ૧૬૦ રૂપિયા રહેવા પામ્યો છે.થોડા સમય પછી ચણાનો પાક તૈયાર થઈ જશે.આમ ખેડૂતોને એક જ પાકમાંથી બે આવક મળે છે.વળી આ વર્ષે ત્રણ પાકોની આવક ખેડૂતો લેશે. ચોમાસાની મૌસમ દરમિયાન કરેલા કપાસ,જુવાર,તુવેર અને ચણાની ભાજી તથા ચણા જેને પગલે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારાની સાથે વધારો થશે.