ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજના અને રૂા.૫૦ કરોડના ખર્ચે સૈનિક સ્કુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
(નઝીર પાંંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ ૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કરી, આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે, તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી. તેમણે ૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કુલનું પણ ઇ-ભુમિપુજન કર્યું હતું. સિંચાઇ યોજના દ્વારા ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોની ૫૩૭૦૦ એકર જમીનને સિંચાઇની સવલત મળશે. સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર આદિવાસી ક્ષેત્રનો સર્વાનોમુખી વિકાસ માટે ૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. જેના દ્વારા આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દરવાજા ખુલશે.છેલ્લા બે દાયકાથી પ્રજાના નાણાં પ્રજાહિત માટે વપરાય, લોકહિતાર્થે કામો થાય, ભારતમાતા પરમવૈભવનું શિખર પ્રાપ્ત કરે એ દિશામાં સરકારે સુદઢ શાસન વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે. આધુનિક ટેકનોલોજી અને ટ્રાન્સફરન્સી સાથે લાભાર્થીઓને સીધા ખાતામાં જમા થાય છે. રૂપિયા ત્રણ હજાર કરોડ કોરોનાની સારવાર, વરસાદથી થયેલા નુકશાનમાં રૂપિયા ૩૭૦૦ કરોડનું પેકેજ ખેડૂતોને આપ્યું છે. આ ઉપરાંત સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કરોડો રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. દઢ સંકલ્પ અને પારદર્શિતા સાથે રાજય સરકાર કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું હતું. ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના વિકાસ માટે સરકારના નિર્ણયની પ્રતિબદ્વતા વ્યકત કરતાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, જગતનો તાત ખરાઅર્થમાં તાત બની, સમૃદ્વિ તરફ પ્રયાણ કરે તેવો આશય રાજય સરકારનો રહેલો છે. પાણી એ વિકાસની પ્રાથિમકતા છે. પાણીદાર ગુજરાત બને એ માટે સુજલામ સુફલામ, સૌની યોજના સહિત યોજનાઓ વડે જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજય સરકારે કરી છે. આદિવાસી સમાજનો ઇતિહાસ બલિદાન અને સમર્પણનો રહયો છે. દેશની આઝાદી માટે તેમના બલિદાનોને સરકારે કયારેય ભુલશે નહી. આદિવા સીઓ ખડતલ અને મહેનતું છે. આદિવાસી ક્ષેત્રના યુવાનોમાં સમર્પણ અને દેશભાવના કેળવાઇ તેવા આશય સાથે ઉમરપાડા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કુલ બનશે. સૈનિક સ્કુલના વિદ્યાર્થીઓ નેશનલ ડીફેન્સ એકેડમીમાં જોડાઇ અને ગુજરાત રેજીમેન્ટ બને તેવા રાજય સરકારના પ્રયાસો રહેશે.મુખ્યમંત્રીએ ગુજરાત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી, એજયુકેશન ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજ-રાજય-રાષ્ટ્રના નિર્માણમાં અનેક પડકારો ઝીલી યુવાનોને કૌશલ્યબદ્વ સક્ષમ બનાવવા છે. ગુજરાતમાં વિશ્વ સ્તરીની યુનિવર્સીટીઓ બની છે. ગુજરાતમાં ૧૦ યુનિવર્સિટીઓ હતી, હવે ૭૦ યુનિર્વિસટીઓ છે. કોરોનાકાળમાં રાજયની વિકાસયાત્રાને દોહરાવતાં મુખ્યમંત્રીઆએ જણાવ્યું હતું કે, લોક હિતના કાર્યોને સરકારે કયારેય અટકવા દીધા નથી. છેલ્લા ચાર માસમાં રૂપિયા ૧૭ હજાર કરોડના વિકાસ કાર્યો અવિરત રહયા છે. કોરોના સંક્રમણને રોકવા સરકારે કરેલા પ્રયાસોને ICMR એ પ્રશંસા કરી છે. આ પ્રસંગે વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી મૈયાના પવિત્ર નીરથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના હજારો ખેડૂતોની જમીન ઉપજા ઉ બનશે, ખેતરોમાં અનેકવિધો પાકો થકી સમૃદ્ધિની છોળો ઉડશે એમ જણાવી કાકરાપાર ગોડધા વડ ઉદ્દવહન સિંચાઈ યોજના પણ પૂર્ણતાના આરે હોવાનું ઉમેર્યું હતું.ખેતી જેવી મહત્વની પાયાના વ્યવસાય માટે પૂરતી સિંચાઈ હોવી એ અનિવાર્ય જરૂરિયાત હોવાનું જણાવતાં શ્રી વસાવાએ કહયું કે, ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ મારફતે ગામે ગામ સિંચાઈની જલસુવિધા ઉભી થવાથી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશે. ખેડૂતો, ગરીબો, શ્રમિકો, મહિલાઓ, બાળકો અને યુવાનોને વિકાસની દિશામાં દોરી જવાના પ્રયાસોને ઉમરપાડા અને ડેડીયાપાડાના આદિજાતિ ખેડૂતોએ સહર્ષ વધાવી લીધી છે, ત્યારે માત્ર સિંચાઈ જ નહીં પરંતુ આદિવાસી બાળકોને શિક્ષણ સાથે લશ્કરી તાલીમ આપી સંરક્ષણ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય માટેની કેડી કંડારવામાં નિમિત્ત બનવાનો આનંદ છે એમ જણાવી મંત્રીશ્રીએ માંગરોળ વિધાનસભા વિસ્તારમાં થયેલા વિકાસ કામોની હારમાળા વિશે વિગતવાર જાણકારી આપી હતી.આ પ્રસંગે સર્વશ્રી સાંસદ પ્રભુદાસ વસાવા, સાંસદ મનસુખભાઇ વસાવા વગેરેઓએ પ્રસંગને અનુરૂપ પોતાનાં વક્તવ્ય રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે સરકારની કોવિડ ૧૯ની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરાયું હતું. કાર્યક્રમ સ્થળે પૂરતી માત્રામાં માસ્ક, સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાય તના પ્રમુખ પ્રિતીબેન પટેલ, ઉમરપાડા તાલુકા પંચાય ત પ્રમુખ દરિયાબેન વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ ગામીત, સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ ભાઈ પટેલ,ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદ, જળસંપતિ વિભાગના સચિવ એમ.કે. જાદવ, જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.કોયા, રાકેશભાઈ સોલંકી,ધારાસભ્યશ્રીઓ, સિંચાઈ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.