તાપી : નિઝરના વાકા ગામના મકાનને નિશાન બનાવી 2.69 લાખના મત્તાની ચોરી
(મુકેશ પાડવી દ્વારા, નિઝર ) : તાપી જીલ્લાનાં નિઝર તાલુકામાં આવેલ વાકા ગામે બંધ મકાનનાં દરવાજાને લગાવેલ તાળુ તથા નકુચો તોડી ઘરમાં મુકેલા કબાટો ખોલી રૂ. 2,69,200/- નાં મત્તાની ચોરી થવાની ઘટના બની છે.
તાપી જીલ્લાનાં નિઝર તાલુકામાં આવેલ વાકા ગામના પટેલ ફળીયામાં સુભાષભાઇ સોમજીભાઈ પટેલ ઉ.વ.- ૫૧, ખેતી કરી જીવન ગાળે છે, તા . ૦૩/૧૨/૨૦૨૦ ના વહેલી સવારે ક. ૦૪/૧૫ થી ક. ૦૫/૦૦ વાગ્યાનાં સમય દરમ્યાન તેઓ ઘરને તાળુ મારી પ્રભાત ભક્તિ ફેરી તેમજ યોગા સેંટર ગયા હતાં તે દરમ્યાન કોઈ અજાણ્યા ચોરે તેમના ઘરના મુખ્ય દરવાજાનુ તાળુ ( નકુચો) કોઇ સાધન વડે તોડી ઘરની અંદર પ્રવેશ કરી મુખ્ય હોલની અંદર આવેલ કબાટના અંદરની મુખ્ય લોકર તિજોરીમા મુકેલ સોનાના દાગીના પૈકી ( ૧ ) ગળામાં પહેરવાનો રાણીદાર હાર -૪૫ ગ્રામ કિ.રૂપિયા -૦૧,૮૪,૫૦૦/ – તથા ( ૨ ) લેડીજ કાનના કુંડલ ( લટકન ) -૦૭ ગ્રામ કિ.રૂપિયા ૨૮,૭૦૦/ – તથા ( ૩ ) જેન્ટ્સ અંગુઠી -૦૬ ગ્રામ કિ.રૂપિયા- ૨૪,૬૦૦ / – તથા ( ૪ ) લેડીજ અંગુંઠી -૦૪ ગ્રામ કિ.રૂપિયા ૧૬,૪૦૦/ -તથા રોકડ રૂપીયા ૧૫,૦૦૦ / – આમ કુલ્લે – ૦૨,૬૯,૨૦૦ / – રૂપિયા મત્તાનીચોરી કરી નાસી ગયો હતો. જે અંગે સુભાષભાઇ એ નિઝર પોલીસને જાણ કરતા નિઝર પોલીસે આ અંગે ઈ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધ્યો હતો.