ખેડૂત સમાજ ગુજરાત તરફથી માંગરોળનાં મામલતદારને અપાયેલું આવેદનપત્ર
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ખેડૂત સમાજ ગુજરાતની માંગરોળ પાંખ તરફથી આને તારીખ ૩ ડિસેમ્બરનાં માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દેશનાં રાષ્ટ્પતિને સંબોધીને તૈયાર કરેલું આ આવેદ નપત્ર માંગરોળના નાયબ મામલતદાર દિનેશ ભાઇ ચૌધરીને આપવામાં આવ્યું છે. આવેદ નપત્રમાં જણા વાયું છે કે આવશ્યક વસ્તુધારા-૧૯૫૫ માં સંશોધન કાયદો-૨૦૨૦, કૃષિ તથા કૃષિ ઉપજ અને વાણિજય વેપાર કાયદો અને મૂલ્ય આશ્વાસન ઉપર કૃષિ સેવા કાયદો-૨૦૨૦ રદ કરવા માંગ કરી છે.આ કાયદાઓ અંગે સમગ્ર દેશનાં ખેડૂતોએ ક્યારે પણ માંગ કરી નથી. આ કાયદાઓ બનાવતા પહેલાં સરકારે ખેડૂત સંગઠનો પાસે કોઈ સૂચન કે અભિપ્રાય મેળવ્યો નથી.તથા દેશના સંઘ રાજ્યો પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચા કરી નથી. આ કાયદાઓથી ખેતીનું ખાનગી કંપનીકરણ થઈ જશે.તેનાંથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર નુકશાનકારક આર્થિક અસરો થશે.ખેડૂતો દ્વારા ઉતપન્ન થતી ૨૨ જેટ લી ખેત જણસીઓને આવશ્યક ચીજ વાસ્તુના દર જ્જામાંથી કાઢી નાંખવામાં આવી છે. જેનાંથી લાંબે ગાળે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે. આવેદનપત્રનાં અંતમાં જણાવાયું છે કે દેશભરનાં અનેક વિસ્તારોમાં આ કાયદાઓનાં વિરોધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહયા છે.જેથી ખેડૂત આંદોલનનું રક્ષણ કરવાની અને દેશભરના ખેડૂતોનાં હિતમાં આવશ્યક વસ્તુધારા – ૧૯ ૫૫ માં સંશોધન કાયદો – ૨૦૨૦,કૃષિ તથા કૃષિ ઉપજ અને વાણિજય વેપાર કાયદો અને મૂલીય આશ્વાસન ઉપર કૃષિ સેવા કાયદો – ૨૦૨૦ આ કાયદાઓ આપ સાહેબ દ્વારા રદ કરવામાં આવે એવી માંગ કરી છે. આ પ્રસંગે માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, શામજી ભાઈ ચૌધરી, ઈંદ્રિસભાઈ મલેક, સાહબુંદીન મલેક, એડ વોકેટ બાબુભાઇ ચૌધરી, રૂપસિંગભાઈ ચૌધરી, કેતન કુમાર ભટ્ટ સહિત ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા.