માંગરોળથી ૧૬ કીમી દૂર આવેલી શિફા હોસ્પિટલ ખાતે આગામી રવિવારે હૃદય રોગ સહિત અન્ય રોગોનાં નિદાન-સારવાર માટે યોજનારો કેમ્પ : પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે અપાશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ, નરોલી, તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ ઉપર માંગરોળથી ૧૬ કીમી આવેલા તડકેશ્વર ખાતે કાર્યરત શિફા ટ્રસ્ટ સંચાલિત શિફા હોસ્પિટલ ખાતે આગામી તારીખ ૬ ડિસેમ્બરના રોજ સવારે ૧૦ થી બોપોરે ૧ વાગ્યા સુધી હૃદયરોગનો નિદાન કેમ્પ યોજાનાર છે. જેમાં હાઈટ-વેઇટ, બ્લડ પ્રેસર, રેન્ડમ બ્લડ સુગર,ECG, કાર્ડિયોલોજીસ્ટ દ્વારા કન્સલ્ટેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જરૂરિયાત મંદ દર્દીઓને ટુ ડી ઇકો રાહતદરે કરી આપવામાં આવશે. જ્યારે આજ દિવસે યુરોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ફીઝીયોથેરાપીસ્ટ અંગે પણ કેમ્પમાં તપાસણી કરવામાં આવશે. કેમ્પમાં આવ નાર દર્દીઓ માટે મફત તપાસ તથા પાંચ દિવસની દવા વિનામૂલ્યે આપવામાં આવશે. લાભલેનારાઓ ૯૯૨૪૭૫૫૧૧૫ અને ૯૭૨૬૬૨૮૫૯૬ ઉપર રજીસ્ટેશન કરાવી શકશે. આ કેમ્પમાં હૃદય રોગ માટે ડો.નરેન્દ્રભાઈ તનવર, ડો.રાજીવ ખરવર અને એમની ટીમ સેવા આપશે. જ્યારે ડો.રાહુલ ઠક્કર, ડો.પ્રમોદ ભાઈ પટેલ, ડો. ભૌતિક પટેલ, ડો.વિક્રમભાઈ કલસરિયા સેવા આપશે. આ મેડીકલ કેમ્પ સારી રીતે સફળ થાય એ માટે ટ્રસ્ટનાં સક્રિય ટ્રસ્ટી એવા અહમદભાઈ દેદાત તરફથી સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એમણે આસપાસનાં ગામોની પ્રજાને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.