તાપી : કાકરાપાર ખાતે ઓફ સાઈટ ઈમરજન્સી તાલીમ યોજાઈ

Contact News Publisher

તાપી કાંઠે આવેલ પરમાણુ વિદ્યુત મથક ગુજરાતનું ગૌરવ છે. દેશના પરમાણુ શક્તિ પ્લાન્ટ્સના સ્થળ અને ડિઝાઈનની બાબતમાં ઘણાંબધા સલામતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

સુરત અને તાપી જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે – સ્ટેશન ડાયરેકટર એમ. વેંકટાચાલમ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૦૨ઃ ભારત સરકારની પાંચમી પરમાણુ વિદ્યુત સાઈટ એટલે કાકરાપાર. તાપી નદીના કાંઠે આવેલુ કાકરાપાર સુરત થી ૮૦ કિ.મી.દુર અને તાપી જિલ્લા મથક વ્યારાથી અંદાજીત ૨૨ કિ.મી.ના અંતરે આવેલું છે. આ પરમાણુ સાઈટ આપણાં ગુજરાતનું ગૌરવ છે.
દેશના પરમાણુ શક્તિ પ્લાન્ટ્સના સ્થળ અને ડિજાઈનની બાબતમાં ઘણાંબધા સલામતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આજરોજ અણુ દિશાભવન ઓડિટોરિયમ-કાકરાપાર ખાતે ઓફસાઈટ ઈમરજન્સી રિહર્સલ પૂર્વે સુરત,તાપી અને કાકરાપાર પરમાણુ વિદ્યુત મથકના અધિકારી / કર્મચારીઓ સાથે તાલીમ યોજાઈ હતી. આ તબક્કે કાકરાપાર સ્ટેશન ડાયરેકટર એમ.વેંકટાચાલમ,સાઈટ ડાયરેકટર એમ.પી.હંસોરા,નિવાસી અધિક કલેકટર,સુરત એસ.ડી.વસાવા,ડો.હસમુખ ચૌધરી,નાયબ કલેકટર,તાપી નૈતિકા પટેલ ઉપિસ્થત રહયા હતા.
તાલીમમાં ભાગ લેતા તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા સ્ટેશન ડાયરેકટર એમ.વેંકટાચાલમે જણાવ્યું હતું કે સુરત અને તાપી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અમોને ખૂબ સારો સહકાર મળ્યો છે. સલામતી આપણી પ્રાથમિકતા છે. ભારત સરકારના દિશા-નિર્દેશ અનુસાર પ્લાન્ટની સુરક્ષા બાબતે સંપૂર્ણ પાલન કરાય છે. ઓફ સાઈટ ઈમરજન્સી તાલીમ પણ પ્રક્રિયાનો એક ભાગ છે.
સ્થળ નિર્દેશક એમ.પી હંસોરાએ કોવિડ-૧૯ ના સમય દરમિયાન પણ સુરત અને તાપી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે લોકડાઉનમાં પ્લાન્ટ્સમાં કામ કરતા શ્રમિકોની વ્હારે આ તંત્ર આવ્યું અને તેમના સુચારૂ વ્યવસ્થાને કારણે જ અમે પ્લાન્ટ્ને ખૂબ સારી રીતે ચલાવી શક્યા છીએ. શ્રમિકોમાં ડર હતો અમે સ્ટેટના અધિકારીઓને વિનંતી કરી અને લોકોનો ભય દુર થયો. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ અમને ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો.શ્રમિકોનો ઉત્સાહ વધ્યો તેમણે ખૂબ સારી સેવાઓ આપી. નેશનલ લેવલની તપાસણી જટીલ હોય છે. પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આવકારી. રેગ્યુલેટરીના નિયમાનુસાર દર બે વર્ષે એકસરસાઈઝ કરવામાં આવે છે. રેડિએશન ન ફેલાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે.
નિવાસી અધિક કલેકટર એસ.ડી.વસાવાએ તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતુ; કે રેડિએશનનો વ્યાપ વધે તે સામાન્ય માણસને ખબર ન પડે પરંતુ સલામતીના ભાગરૂપે આપણે કેવી રીતે પહોંચી વળવુ તેના માટે તાલીમ ઉપયોગી બની રહેશે. આગામી ૧૮ ડિસેમ્બરમાં એકસરસાઈઝ થવાની છે ત્યારે કેવી રીતે કામગીરી કરવાની રહેશે તે માટે આ તાલીમ આવશ્યક બની રહેશે.
આરોગ્ય વિભાગ સુરતના ડો.હસમુખ ચૌધરીએ કહયું હતું કે ખરેખર સાચા સમયે કોવિડ-૧૯ ની પરિસ્થિતિ દરમિયાન સલામતીના સાધનો સમયસર આપવામાં આવ્યા છે. હજુ પણ કોરોના ઈફેક્ટ બીજા તબક્કામાં પ્રવેશી છે ત્યારે અંદાજીત ૩ થી ૪ હજાર લોકોના આરોગ્યની ચકાસણી હિતાવહ છે. ઈમ્યુનિટી લોસ થશે તો સંક્રમણ થવાની શક્યતાઓ રહેલી છે.
રાજન ધાર એ સલામતી અને રેડિએશનની જાણકારી આપી હતી. વધુમાં પરમાણુ શક્તિનું મહત્વ સમજાવ્યું હતું કે આપણે વિવિધ સ્તોત્રોમાંથી શક્તિ મેળવીએ છીએ. જેમાં તેલ-૩૦ વર્ષ,કોલસો ૫૦ વર્ષ,ગેસ-૩૦ વર્ષ,યુરેનિયમ-૧૦૦ વર્ષ અને થોરિયમ-૩૦૦ વર્ષ ચાલે એટલો જથ્થો ધરાવીએ છીએ. પર્યાવરણની સુરક્ષા સાથે કર્મચારીઓની સુરક્ષા આપણે જાળવવાની છે.કાકરાપાર વિદ્યુત મથકના પહેલા એકમને વર્ષ ૨૦૦૨માં વિશ્વનું નંબર-૧ એકમ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં સલામતીના ક્ષેત્રે ઘણાંબધા એવોર્ડસ મળ્યા છે.
વિજ્ઞાની ઓફિસર કે.ડી.જોષીએ રેડીએશન વધી જાય તેવા સમયમાં રેસ્ક્યુ માટે કેવા પગલા લેવા તે અંગેનુ; માર્ગદર્શન આપ્યું હતું. તથા કેવા પ્રકારની ઈમરજન્સી થાય તે સમજાવ્યું હતું. સાથે રેડિએશન ધરાવતા વિસ્તારમાં લોકોને આપવામાં આવતી દવાઓ તથા ફુડ ચેઈન પ્રોટેકશન વિશે સમજ આપી હતી.
ઓફ સાઈટ ઈમરજન્સી તાલીમમાં વ્યારા મામલતદાર બી.બી. ભાવસાર, માંડવી મામલતદાર ચૌધરી,ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાપીના કરણ ગામીત, એ.આર.ટી.ઓ. તાપી, તાલુકા હેલ્થ ઓફિસર બારડોલી સહિત કાકરાપાર ૫લાન્ટ્સના અધિકારી/કર્મચારીઓ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉપિસ્થત રહ્યા હતા.
૦૦૦૦૦

About The Author

1 thought on “તાપી : કાકરાપાર ખાતે ઓફ સાઈટ ઈમરજન્સી તાલીમ યોજાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other