કામરેજ ખાતે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો વધઘટ કેમ્પ સંપન્ન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તમામ તાલુકાના ત્રણ દિવસનો કાર્યક્રમ કોવિદ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ કામરેજ નવાગામ પ્રાથમિક શાળા તેમજ બપોર બાદ લસકાણા પ્રાથમિક શાળા તાલુકા કામરેજ ખાતે યોજવામાં આવ્યો હતો. આજે બીજી ડિસેમ્બરના ૯ થી ૧૦/૩૦ દરમિયાન તમામ તાલુકાના ઉચ્ચ વિભાગ ધોરણ ૬ થી ૮ ના વધઘટ બદલી કેમ્પ ૧૦/૩૦ થી ૧૧ કામરેજ તાલુકા પ્રાથમિક વધ શિક્ષકો, ૧૧ થી ૧૨/૩૦ માંગરોલ તાલુકા વધ શિક્ષકો ૧૩ થી ૧૩.૩૦ મહુવા તાલુકાના શિક્ષકો, અને ૧૩/૩૦ થી ૧૫ ઓલપાડ તાલુકા પ્રાથમિક વિભાગના શિક્ષકોના વધઘટ કેમ્પ લસકાણા પ્રાથમિક શાળા આમ બે શાળામા સોશીયલ ડિસ્ટન્સ સાથે કેમ્પ રાખવામાં આવ્યો હતો ૩/૧૨/૨૦ ના ઉમરપાડા, અને પલસાણા, બારડોલી તાલુકાના BRC ભવન કામરેજ મુકામે બપોર બાદ ચોર્યાસી, માંડવી તાલુકાના લસકાણા પ્રાથમિક શાળા મુકામે વધઘટ કેમ્પ યોજાશે, તેમજ ૪/૧૨/૨૦ ના જનરલ કેમ્પ લસકાણા પ્રાથમિક શાળા મુકામે યોજાશે આમ આજે પ્રથમ દિવસે ખુબજ શાંતિ પૂર્ણ રીતે નિયમો સાથે કેમ્પ યોજાયો હતો. આ વધઘટ કેમ્પમા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી ડો દિપક આર દરજી, નાયબ DPEO સ્વાતિબેન પટેલ, જિલ્લા સંઘના પ્રમુખ કિરીટ ભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરી, વિશ્વજીતભાઈ ચૌધરી, મોહનસિંહ ખેર, તાલુકા પ્રાથમિક શિક્ષણા ધિકારી , તાલુકા સંઘના હોદેદારો, જિલ્લા સંઘના હોદેદારો હાજર રહ્યા હતા.