તાપી : ડોસવાડા ગામે પુર્વ આદિજાતિ મંત્રીના પૌત્રીની સગાઈમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ગામે યોજાયેલ સગાઈ પ્રસંગમાં કોરોનાની જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતાં આ ઘટના અંગે કાર્યવાહી કરવા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા તથા એક અવાજ એક મોર્ચા ના અધ્યક્ષ રોમેલ સુતરિયાએ પોલીસ વડાને ધ્યાન દોર્યું છે. શું તંત્ર કાર્યવાહી કરશે ?
તાપી જીલ્લાના ડોસવાડા ગામે પુર્વ આદિજાતિ મંત્રીના પૌત્રીની સગાઈ તારીખ ૩૦/૧૧/૨૦૨૦ નો રોજ ડોસવાડા ગામ, ભગત ફળિયામાં કરવામા આવી. જેમા સરકારની લગ્ન કે પ્રસંગ માટેની તથા કોરોનાને લઈને જાહેર થયેલ ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતાં જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થય રહ્યો છે. સગાઈ પ્રસંગના આ વિડિઓમા સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક જેવા શબ્દો મજાક લાગશે સાથે જ સરકાર તથા કલેકટરની ગાઇડલાઇનનો સરેેેેઆમ ભંગ થતો જણાય છે.
આ બાબતે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા તથા એક અવાજ એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયાએ તાપી જીલ્લા પોલીસ વડાનુ ટેલીફોનીક ધ્યાન દોર્યુ છે. ઘટનાના વિડિયો પણ તેઓને મોકલી આપેલ છે.
દક્ષિણ ગુજરાતમાં પોન્ઝી યોજનાઓ અને અન્ય વિષયો પર અધિકારલક્ષી અવાજ ઉઠાવનાર સંગઠન તરીકે સતત જાહેર રેલી કે મોટા કાર્યક્રમ વેક્સિનના આવે, સ્થિતિ સામાન્ય થાય નહી ત્યા સુધી રોકેલ છે અને સરકારની ગાઇડલાઇનનુ સન્માન કર્યુ છે. તેવામાં આ પ્રકારની ઘટના નિંદનીય તો છે, સંગઠન જાહેર કરે છે કે આ પ્રકારની ઘટના સામે કાર્યવાહી નથી થતી તો સંગઠન આવનાર દિવસોમાં લોકહિતમાં જાહેર કાર્યક્રમોની શરુઆત કરશે એમ સંગઠન પ્રમુખ રોમેલ સુતરીયાએ જણાવ્યું હતું,