પ્રભારી મંત્રીશ્રીયોગેશભાઈ પટેલે કરંજવેલ ખાતે સામાજિક વનીકરણ યોજના નર્સરીની મુલાકાત લીધી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના નર્મદા, શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલે તાજેતરમાં વન વિભાગ દ્વારા વ્યારાના કરંજવેલ ખાતે સામાજિક વનીકરણ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલ નર્સરીની મુલાકાત લઈ નર્સરીમાં ચાલતી ફોગર સીસ્ટમ, વર્મીકમ્પોઝ, જર્મીંનેશન ચેમ્બર તથા લુપ્ત થતી જાતીના રોપાઓનું નિરીક્ષણ કર્યુ હતુ. નાયબ વનસંરક્ષક આનંદકુમારે મંત્રીશ્રીને નર્સરીમાં ઉછેરવામાં આવેલ જુદીજુદી જાતના રોપાઓની જાણકારી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ આંબાની કલમો સહિત અન્ય ફળાઉ વૃક્ષના રોપાઓનો ઉછેર કરવા સુચન કર્યુ હતુ. તેમણે વન વિભાગની નર્સરી યોજનાની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટર આર.જે.હાલાણી સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…….