માંગરોળ તાલુકાનાં ઝરણી ગામે સાધુભાઈએ પોતાની પત્ની સહિત પરિવારજનોને નાલાયક ગાળો આપી કુહાડીથી માર્યા, પોલીસે આરોપીની કરેલી અટક
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝરણી ગામે સાધુભાઈએ પોતાની પત્ની સહિત પરિવારજનોને નાલાયક ગાળો આપી કુહાડીથી મારી, ઝપાઝપી કરતાં, પોલીસે આરોપીની અટકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ તાલુકાનાં ઝરણી ગામનાં કનુભાઈ બાબુભાઇ ચૌધરીએ માંગરોળ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પત્નીની મોટીબેન નામે અંજુબેનનાં લગ્ન પંદર વર્ષ પહેલાં મિતેશભાઈ મગનભાઈ રાઠોડ સાથે થયા હતા. આ લોકો કડોદરા મોદી હોસ્પિટલની પાછળ હળપતિ વાસમાં રહે છે. પરંતુ છેલ્લા ત્રણ માસથી અંજુબેન અને મિતેશભાઈ વચ્ચે બોલાચાલી, ઝઘડો, તકરાર ચાલતી હતી. અંજુબેન પોતાનાં બનેવીને ત્યાં આવતી જતી હતી. મિતેશભાઈ એની પત્ની અંજુબેન ને જબરજસ્તીથી લઈ જવા માંગતો હતો. પરંતુ અંજુબેન એની સાથે જવા માંગતી ન હતી. ગઈ રાત્રીનાં મિતેશભાઈ ઝરણી ગામે કુહાડી લઈને કનુભાઈના ઘરે આવ્યો હતો. અને નાલાયક ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ વખતે કનુભાઈ મિતેશભાઈને સમજાવવા જતાં મિતેશભાઈ એ કનુભાઈના માથામાં કુહાડી મારી દીધી હતી. આ વખતે મિતેશભાઈની પત્ની કાનુભાઈને બચાવા જતાં પતિ મિટેશભાઈએ પત્ની અંજુબેનનાં જમણા પગમાં ગૂંથર ના નીચેનાં ભાગે કુહાડીના ઘા માર્યા હતા. ત્યાર બાદ ઝપાઝપી કરી, ઢીકકા મુક્કીનો માર મારી ફરાર થઈ ગયો હતો. લોકો એકત્ર થઈ જતાં ૧૦૮ ને બોલાવી ઘાયલોને ઝંખવાવ, સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવા માં આવ્યા હતા. માંગરોળ પોલીસે ઉપરોક્ત ફરિયાદને આધારે એફ.આઈ.આર. દાખલ કરી, પોલીસે આરોપી મિતેશભાઈ મગનભાઈ રાઠોડની અટક કરી, વધુ તપાસ પાંડુરંગ રૂપચંદ ચલાવી રહ્યા છે.