રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર માંગરોળનાં નંદાવ પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે ના મોત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર માંગરોળનાં નંદાવ પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં કારમાં સવાર બે ના સ્થળ ઉપર મોત થવા પામ્યા છે.આઇ- ટ્વેન્ટી જેનો નંબર- આર જે -૦૧-સીસી-૭૨૪૦ નાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં આ કાર ટ્રક નંબર એમ એચ-૧૩-વાય-૭૭૭૮ સાથે અથડાતાં કારમાં સવાર બે નાં સ્થળ પર જ મોત થવા પામ્યા છે. આ અકસ્માત મુંબઇ થી અમદાવાદ તરફના માર્ગ પર થયો હતો. કાર ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતા સામેના ટ્રેક પર આવતી ટ્રક સાથે કાર ધડાકા ભેર અથડાઇ હતી. આ બનાવની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતાં કોસંબા પોલીસ ઘટનાં સ્થળે પોહચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને પગલે એક તબક્કે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો.