તાપી : છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો માથાભારે વોન્ટેડ આરોપી અબ્દુલ ઉર્ફે હસનેન મલેક કહેર રેલ્વે ફાટક પાસેથી ઝડપાયો
વાલોડમાં અડધો ડઝન જેટલાં પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ
વ્યારા પોલીસ મથકે 2019માં નોંધાયેલ બે ગુનાઓમાં વોન્ટેડ
કાકરાપાર પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં વોન્ટેડ
બારડોલી પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : છેલ્લાં એક વર્ષથી અલગ અલગ પોલીસ મથકોએ નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી હસનેન મલેકને વાલોડ પોલીસે કહેર રેલ્વે ફાટક પાસેથી ઝડપી પાડ્યો.
વાલોડ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, આજે તા, ૧૭/૧૧/૨૦૨૦નાં રોજ વાલોડ પો.સ.ઇ. પી.એમ. અમીન તથા અ.હે.કો. અજયભાઇ સુદામભાઇ તથા અ.હે.કો. રમેશભાઇ સુકદેવભાઇ સાથે વાલોડ પો.સ્ટે. વિસ્તારમાં મોબાઇલ નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વાલોડ PSI પી. એમ. અમીનને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનનાં 6 ગુનાઓ, કાકરાપાર પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનનો 1 ગુનો અને વ્યારા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનનાં 2 ગુનાઓમાં તેમજ બારડોલી પોલીસ મથકે નોંધાયેલ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી અબ્દુલ ઉર્ફે હસનેન હુસેન મલેક રહે, ખુશાલપુરા તા.વ્યાસ જી.તાપી કહેર ગામના રેલ્વે ફાટક પાસે ઉભો છે. પાકી અને ચોક્કસ બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જતા એક ઇસમ હાજર મળી આવેલ જે પોલીસને જોઇ ભાગવા લાગતા તેને કોર્ડન કરી પકડી લઇ તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ હસનેન ઉર્ફે અબ્દુલ હુસેન મલેક રહે, ખુશાલપુરા ઉમરી ફળિયું તા , વ્યારા જણાવેલ. જેની પુછપરછ કરતા તેણે ઉપરોકત ગુનાઓ કરેલ હોવાની કબુલાત કરતા તેને ગુનાના કામે અટક કરવા આરોપીનો કબ્જો સંભાળી વાલોડ પોલીસ સ્ટેશન ખાતે લાવી કોરોન્ટાઇન રૂમમાં યોગ્ય પોલીસ જપ્તા સાથે કબ્જામાં રાખી આરોપીનો COVID 19 કોરોના ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીને ઉપરોકત ગુનાના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, વાલોડ પોલીસનાં હાથે ઝડપાયેલ માથાભારે આરોપી અબ્દુલ ઉર્ફે હસનેન હુસેન મલેક ગુનાખોરીની દુનિયાનો ઉગતો સુરજ છે જે પોતાના અંગત લોકોનાં નેટવર્કથી એક વર્ષથી પોલીસને હાથતાળી આપી પોલીસ પકડથી દૂર રહ્યો. ગુનાખોરીમાં મોટુ નામ બનાવનાર હસનેન પોલીસ તેમજ વહિવટી તંત્રમાં ફરજ બજાવતા કેટલાંક ભ્રષ્ટ કર્મચારીની સાંઠગાંઠ કરી તંત્રની હરકતો ઉપર નજર રાખતો હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે.