કોરોના મહામારીની ખેલકુદ મહોત્સવ પર પડેલી અસર : વાડી ખાતે યોજાતો કબડ્ડી ખેલકુદ મહોત્સવ આ વર્ષે મોકૂફ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે દર વર્ષે બેસતા વર્ષનાં શુભ દિવસે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી કબડ્ડી ખેલકુદ મહોત્સવ ચાલુ વર્ષે કોરોનાં મહામારીની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ મહોત્સવ મોકૂફ રાખવાની જાહેરાત આ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને રાજ્યનાં સિનિયર વન વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા એ કરી છે. એમણે જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારનાં યુવાનોમાં ખેલપ્રતિભા ઉજાગર થાય એવા શુભ આશયથી છેલ્લા ૩૫ વર્ષથી આ ટ્રસ્ટ તરફથી વાડી ગામે કબડ્ડી અને અન્ય ખેલકુદ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી તથા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી પણ કબડ્ડી સહિતનીવિવિધ રમતો માટેની ટીમો આવે છે. રમતોનો લ્હાવો લેવા અને જોવા માટે એક લાખ જેટલાં લોકો આવે આવે છે. પરંતુ કોરોનાં મહામારીને પગલે આ આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. એમણે પ્રજાજનોને અપીલ કરી છે કે સૌએ સોશીયલ ડીસ્ટન્સ જાણવીને અને માસ્ક પહેરીને કોરોનાં સામે લડવાનું છે. દિવાળીની શુભેચ્છા પાઠવતાં એમણે કહ્યું કે તહેવારો દરમિયાન વધુ સરતર્ક બની કોરોનાં અંગેની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે.