મોસાલી વીજ સબસ્ટેશનમાં ૬૬ કેવી ટીસીનો કેબલ સળગી જતાં થયો ધડાકો, પાંચ એચટી ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો : મધ્યરાત્રીએ ૧૧.૩૦ કલાકે વીજ પુરવઠો શરૂ થયો : આજે જેટકોની ટીમે સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દીધી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે ૬૬ કેવી ની ક્ષમતા ધરાવતું વીજ સબસ્ટેશન ઉભું કરી એમાંથી માંગરોળ તાલુકાનાં ૪૦ કરતાં વધુ ગામોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે આશરે તેર જેટલાં એચટી લાઈનનાં વીજ ફીડરો ઉભા કરવામાં આવેલા છે. આ સબસ્ટેશનમાં ત્રણ જેટલાં ૬૬ કેવીની ક્ષમતા ધરાવતા ટ્રાસફોર્મરો ગોઠવવામાં આવેલા છે. જેમાં અલગ અલગ એચટી ફીડરોની લાઈનો જોડવામાં આવેલી છે. જેમાંથી છેલ્લા ત્રણ દિવસથી બે નંબરનાં ૬૬ કેવી ટ્રાસફોર્મરમાં કોઈક ટેકનીકલ ખામીને કારણે એ ટીસી માંથી પાંચ જેટલાં એચટી લાઈનનાં ફીડરો જોડવામાં આવેલા છે. આ પાંચ એચટી લાઈનો ઉપર જે ગામોને જોડવામાં આવેલા છે. એ તમામ ગામોમાં વારંવાર ટ્રીપિંગ આવતું હતું. સાથે જ મળેલી માહિતી મુજબ મોસાલી વીજ સબસ્ટેશનમાં બ્રેકર સ્વીચોનો પણ પ્રૉબ્લેમ છે.આ તમામ હકીકતથી સબસ્ટેશનનો સ્ટાફ વાકેફ છે. પરંતુ આ કામગીરી કરવાની જવાબદારી જેટકો ની હોય છે.છતાં જેટકો ના અધિકારીઓની બેદરકારીને પગલે સમયસર સ્મારકામ કરવામાં ન આવતાં ગત રાત્રીના રાત્રીનાં ૮.૩૦ કલાકે મોસાલી વીજ સબસ્ટેશનમાં જોરદાર ધડાકો થતાં બે નંબરના ટીસી ઉપરથી જે પાંચ એચટી ફીડરોનો જોડવામાં આવ્યા છે. એ તમામ વિજફીડરોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો.જેમાં માંગરોળ ટાઉન વીજ ફીડર સહિત કુલ પાંચ વીજ ફીડરોનો સમાવેશ થાય છે. ધડાકા બાદ જેટકો અને DGVCL ના અધિકારીઓ અને સ્ટાફ દોડતો થઈ ગયા હતો. રાત્રીનાં દશ વાગ્યે જેટકોની ટીમ મોસાલી ખાતે આવી પોહચી હતી અને માંગરોળ, DGVCL નાં જુનીયર ઈજનેર હિરલભાઈ પટેલનાં નેતૃત્વમાં સબસ્ટેશન ખાતે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રીનાં ૧૧.૩૦ કલાકે વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. અત્રે યાદ આપવું જરૂરી છે કે ત્રણ દિવસથી સમસ્યા હતી તો કયા કારણોસર ત્વરીત કાર્યવાહી કેમ કરવામાં ન આવી? આજે થયેલાં ધડાકામાં કોઇ મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાતે તો એ માટે જવાબદાર કોણ ? સુરત, DGVCLની કોપરેટ ઓફીસના એમ.ડી. અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આ બનાવની તપાસ કરાવે અને જે જવાબદાર હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ વીજ ગ્રાહકોએ કરી છે. જો કે આજે તારીખ ૧૨મી નવેમ્બરનાં સવારે જેટકોના ઈજનેર ટીમને લઈ મોસાલી સબસ્ટેશન ખાતે આવી પોહચ્યા હતા. અને નવો કેબલ નાંખવા સહિતની કામગીરી પૂર્ણ કરી બે નંબરનાં ટીસીને કાર્યરત કરી દીઘું હતી.