સુરત અને તાપી જિલ્લામાં મહિના દરમિયાન તોલમાપના કાયદાનો ભંગ કરનારા, ૪૪ વેપારીઓ એકમોને ૨૪,૫૦૦ રૂપિયાનો દંડ  

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :   ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે તોલમાપ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો દ્વારા ઓક્ટોબર મહિના દરમિયાન વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ સુરત અને તાપી જિલ્લાના ૪૪ વેપારી એકમો પાસેથી ૨૪,૫૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે વેપારી એકમો પાસેથી ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી માટેની ૨૫,૦૯,૫૬૪ રૂપિયાની સરકારી ફીની વસુલ કરવામાં આવી હતી. ઓક્ટોબર માસમાં તપાસણી હેઠળ બે મોબાઈલ કોર્ટનું આયોજન કરી સચિન સ્ટેશન રોડ વિસ્તારમાં કુલ ૧૫ વેપારી એકમો સામે રૂપિયા ૧૧,૪૦૦ રૂપિયા તથા તાપી જિલ્લાના ડોલવણ ગામે ૨૨ એકમો સામે પ્રોસીકયુશન કેસ કરીને રૂ.૧૦,૬૦૦ રૂપિયાનો દંડ સ્થળ ઉપર જ વસુલ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત/તાપી જીલ્લાના નાગરીકોને તોલમાપ, પેકેઝ કોમો ડીટીઝ તથા ગ્રાહક સુરક્ષા અંગેના કાયદા/નિયમ અર્થે કોઇ પણ ફરીયાદ કે કોઇ માર્ગદર્શનની જરૂરિયાત હોય તો તેઓ આ બાબતે મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, એ બ્લોક અઠવાલાઇન્સ,સુરત ખાતે સંપર્ક સાધી શકે છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other