સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ તાપીની મિટિંગ યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીની પી.પી. સવાણી વિધ્યામંદિર વ્યારા ખાતે મીટીંગ મળેલી, જેમાં ડો. દિપક ભાઈ રાજ્યગુરુ પ્રવક્તા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ- ગુજરાત, સવજીભાઈ પટેલ પ્રમુખ દ.ગુજરાત, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ- ગુજરાત, આનંદભાઈ જીલ્લા મંત્રી, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ- ગુજરાત ની વિશેષ હાજરીમાં તાપી જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલકોના વિવિધ પ્રશ્નો ની વિગતએ ચર્ચા થઈ, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલકો હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી અજયસિંહ રાજપૂત, મહામંત્રી તરીકે શ્રીઅશોકભાઇ સોંદરવા, અધ્યક્ષ તરીકે શ્રી નિરવભાઈ અધવ્યુ તેમજ અન્ય હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી. મિટિંગમાં સત્યજીતભાઈ દેસાઇ, શ્રીબલ્લુકાકા વિદ્યાવિહાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ,વીરપુર(બુહારી), શ્રી વિક્રમભાઈ તરસાડીયા, શ્રી દીપકભાઈ અગ્રવાલે પણ વિશેષ હાજરી આપી હતી.