વ્યારા ખાતે અંદાજે રૂપિયા ૭૬.૩૨ લાખના છ વિકાસ કામોનો લોકાર્પણ/ખાતમુહર્ત કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): વ્યારા નગર પાલિકા દ્વારા વ્યારા શહેરના વિકાસ માટે હાથ ધરાયેલ અંદાજે રૂપિયા ૭૬,૩૨,૬૪૪ ના ખર્ચે વિવિધ છ જેટલા વિકાસ કામોનો ખાતમુહુર્ત/લોકાર્પણ વિધી કાર્યક્રમ કલેકટર આર.જે.હાલાણી અને નગરપાલિકા પ્રમુખશ્રી મહેરનોશ જોખીના હસ્તે યોજાયો હતો.
આજે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંતર્ગત તૈયાર થયેલ કુલ રૂપિયા ૭૬.૩૨ લાખના કામોમાં જલવાટિકા તળાવમાં હનુમાનજીની પ્રતિમાનુ અનાવરણ રૂ.૮.૪૦ લાખ, શ્રી રામ તળાવમાં વોટર પાર્ક બનાવવાના કામનું ખાતમુહર્ત રૂ.૨૦.૪૮ લાખ, ફળકે નિવાસમાં સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ રૂ.૧૬.૯૨ લાખ, ઉનાઈ ચાર રસ્તા, અંબાજી મંદિર પાસે રાષ્ટ્રિય ધ્વજનું લોકાર્પણ રૂ.૭.૦૦ લાખ, જુના બસ સ્ટેન્ડ પાસે પે એન્ડ યુઝ ટોઈલેટનું લોકાર્પણ રૂ.૧૬.૩૮ લાખ તથા ગોરૈયા ફળિયામાં આંગણવાડીનું લોકાર્પણ રૂ.૭.૧૩ લાખના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી એસ.બી. પટેલ, નગર પાલિકાના પદાધિકારીઓ/સદ્સ્યો સહિત મહાનુભાવો નગરજનો સોશ્યલ ડિસ્ટનીંગ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.
……..