માંગરોળ તાલુકાનાં વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે, તાલુકા કોગ્રેસે, માંગરોળના મામલતદારને આપેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં વિવિધ વણઉકેલીયા પ્રશ્નો સંદર્ભે આજે તારીખ ૨ નવેમ્બરના રોજ, માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા, માંગરોળના નાયબ મામલતદાર દિનેશભાઇ ચૌધરીને એક આવેદનપત્ર પેશ કર્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે તડકેશ્વર થી મોસાલી ચોકડી થઈ વાલીયા રાજ્યધોરીમાર્ગ અને કોસંબા થી મોસાલી ચોકડી થઇ ઝંખવાવ રાજ્યધોરીમાર્ગ પસાર થાય છે.આ બંને માર્ગો મોસાલી ચોકડી ખાતે ક્રોસ થાય છે. આ સ્થળે ટ્રાફિક સર્કલ ઉભું કરવા, મોસાલી ચોકડી થી વાલીયા જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર મોસાલી દૂધ મંડળી આગળ વર્ષો જૂનું જર્જરીત નાળુ આવેલું છે. હાલમાં આ નાળા ઉપરથી ૨૦ ટન ભરેલા હાઈવા પસાર થાય છે. જે ૨૪ કલાક દોડે છે.ત્યારે આ નાળાની જગ્યાએ નવું નાળુ અને તે પણ હાલના નાળા કરતાં ઉંચુ અને પહોળું બનાવવા માંગ કરી છે. તાલુકા મથક માંગરોળ ખાતેથી ભૂખી નદી પસાર થાય છે. આ નદીનાં જમણા કિનારા તરફ અનેક ગામો વસેલા છે. આ કિનારાનું ચોમાસાની મૌસમ પુર આવવાને પગલે ભારે ધોવાણ થઈ રહ્યું છે. જેથી આ કિનારા નજીક માંગરોળ ગામ સુધી પુરસંરક્ષણ દીવાલ ઉભી કરવા માંગ કરવા માં આવી છે. માંગરોળ થી મોરઆમલી જતાં માર્ગ ઉપર માંગરોળ નજીક ભૂખી નદી ઉપર જે બ્રીજ બના-વવામાં આવેલો છે. જે વર્ષો જૂનો હોય, હાલમાં આ બ્રીજની હાલત જર્જરીત થઈ જવા પામી છે.જેથી આ બ્રીજનું રીપેરીંગ કામ કરાવવામાં આવે એમ આવેદ નપત્રમાં જણાવાયું છે.જો દિન પંદરમાં આ પ્રશ્નો સંદર્ભે કોઈ કાર્યવાહી હાથ ન ધરાશે તો, માંગરોળ, મામલ તદાર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવા ચિમકી આપી છે. આ આવેદનપત્રની નકલ સુરત,જિલ્લા કલેક્ટર અને જનરલ મેનેજર, GIPCL કંપની, નાની નરોલીને આપવામાં આવી છે.આ પ્રસંગે માજી-પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી,ઇંદ્રિસભાઈ મલેક, શામજીભાઈ ચૌધરી, ઈરફાન મકરાણી, મોહમદ જે પી ,એડવોકેટ બાબુભાઇ ચૌધરી, રૂપસિંગભાઇ ગામીત વગેરે હાજર રહ્યા હતા.