માંગરોળના મામલતદારની રેડ : હાઇવે પરથી પસાર થતી ગાડીઓમાંથી પામોલીન તેલની કાઢી, ડબ્બામાં પેક કરી, વેચાણ કરાતું હતું : ચાર લાખનો મુદ્દામાલ સીઝર કરાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ધામરોડ ગામની સીમમાં GEB પાવર હાઉસની બાજુમાં બ્લોક નંબર ૩૮૬ વાળી જમીન ખલીલએહમદ મોહમદઇકબાલ કુરેશી વિગેરેના નામે ચાલે છે.આ જમીનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પરથી ગાડીઓ પસાર થાય છે. એમાંથી રાત્રીનાં સમયે ૫૦ કે ૧૦૦ લીટર પામોલીન તેલ કાઢી પંદર લીટર વાળા ડબ્બામાં પંદર લીટર પેક કરવામાં આવતું હતું.આ અંગે સરકારશ્રીની કોઈ પરવાનગી લેવામાં આવી નથી.મામકતદાર કચેરીની ટીમે તપાસ કરતાં પામોલીન તેલ ભરેલા ૪૭ ડબ્બા જેની કિંમત ૮૨,૨૫૦ રૂપિયા,૬૪ ખાલી ડબ્બા,ખાલી બેરર નંગ બે,એક વજન કાંટો, મારૂતિ ઇકો આ બધાની કુલ કિંમત ૩,૦૨૦૮૦ રૂપિયા મળી કુલ ૩,૮૪,૪૩૦ રૂપિયાનો માલ સીઝર કરવામાં આવ્યો છે.આ માલ અંગે બીજો હુકમ ન થાય ત્યાં સુધી ૬૪ ખાલી ડબ્બા અને ખાલી બેરર નંગ બે લાડુરામ ભમારામ ગુજજરને તથા ૪૭ તેલ ભરેલા ડબ્બા,વજન કાંટો અને મારૂતિ ઇકો નો જથ્થો PSI કોસંબાને સરકારશ્રીનો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સુરક્ષિત જાળવવા સુપ્રત કરવામાં આવ્યો છે.આ કામગીરીમાં મામલતદાર ડી કે વસાવા,નાયબ મામલતદાર (પુરવઠા) ગીરીશભાઈ પરમાર,કોસંબા પોલીસનો અને મામલતદાર કચેરી, માંગરોળનો સ્ટાફ જોડાયો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other