છેલ્લાં નવ માસથી નાસતા ફરતા વાલોડના પ્રોહીબીશનના ગુનાના આરોપીને પકડી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી એસ. પી. રાજકુમાર સાહેબશ્રી , સુરત વિભાગનું સુરત , તથા પોલીસ અધિક્ષકશ્રી સાહેબશ્રી તાપી – વ્યારાએ તાપી જીલ્લાનાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય જે આધારે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એચ.સી. ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફનાં પોલીસ માણસો તા 01/11/20ના રોજ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.કો. દિગ્વિજયસિંહ કોદરસિંહ બનેપને ખાનગી રાહે બાતમી મળેલ કે , વાલોડ પો.સ્ટે. પાર્ટ સી. ગુ.ર.નું ૧૧૮ર ૪૦૦૨૨૦૦૦૭૮ /૨૦૨૦ ૬૫ ઍ.ઍ. ૮૧,૮૩ મુજબના ગુના માં સંડોવાયેલ આરોપી વિકાસકુમાર ઉર્ફે વિકી બચુભાઇ ચૌધરી ઉ.વ. ૨૧ રહેવાસી ડુંગરી, ઝાબ ફળીયુ તા.મહુવા જી. સુરતનાનો મૌજે- ઐસ્સાર પેટ્રોલ પંપ વાલોડ તા.વાલોડ પાસે આવનાર હોવાની માહિતી આધારે પંચો સાથે તપાસ કરતા આ જગ્યા ઉપરથી બાતમી હકિકત અને વર્ણનવાળો એક ઈસમ મળી આવતા તેને વાલોડ પો.સ્ટે. પાર્ટ સી. ગુ. ર. નંં ૧૧૮ર ૪૦૦૨૨૦૦૦૭૮ /૨૦૨૦ ૬૫ ઍ.ઍ. ૮૧,૮૩ મુજબના ગુનાના કામે સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ છેલ્લાં નવ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં SOG તાપીને સફળતા મળેલ છે.