ઉમરપાડા તાલુકાનાં નાનસુતખડકા ગ્રામ પંચાયતનાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની માંગ સાથે, મામલતદારને અપાયેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં નાનાસુતખડકા ગ્રુપ ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં આક્ષેપ સાથે, ઉમરપાડા તાલુકા કોગ્રેસે, ઉમરપાડાનાં મામલતદારને એક આવેદનપત્ર પેશ કર્યું છે. ગુજરાત રાજ્યના લોકયુક્તને સંબોધીને તૈયાર કરાયેલા આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઉપરોક્ત ગ્રામ પંચાયતના સરપંચે નરેગા, નાણાંપંચ, ATVT વગેરે યોજનાની ગ્રાન્ટમાંથી સને ૨૦૧૮,૨૦૧૯,૨૦૨૦ ના વર્ષ દરમિયાન મોટાપાયે થયેલા કામોમાં ભ્રષ્ટાચાર વહીવટી માળખામાં આવતાં, તમામના મેળાપી પણામા કામો કરવામાં આવ્યા નથી અને જુનાં કામો બતાવી ગ્રાન્ટની રકમો ઉપાડી લેવામાં આવી હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. મજૂરોની ખોટી હાજરીઓ પણ પુરવામાં આવી છે.અતમાં આ પ્રશ્ને તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે નાનસિંગ વસાવા, ગંભીર વસાવા સહિત કોગી આગેવાનો હાજર રહ્યા હતા.