નાનીનારોલી કેન્દ્ર શાળાના શિક્ષક નિવૃત થતાં યોજયેલો વિદાય સમારંભ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી કેન્દ્ર શાળા ખાતે ફરજ બજાવતાં શાળાના શિક્ષક સુભાષભાઈ પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને વિદાય આપવા માટે એક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં TPEO કેતનભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેર, કાર્ય વાહક પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કેન્દ્ના તમામ શિક્ષકમિત્રો અને SMC ના સભ્યો રૂપસિંહભાઈ અને જ્યંતિભાઈ વસાવા હાજર રહ્યા હતાં. આ પ્રસંગની સાથે કેન્દ્ર મુખ્ય શિક્ષક મનહરભાઈ પરમારની કાર્ય વાહક પ્રમુખ તરીકે બિનહરિફ વરણી થતાં તેમનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. આભાર વિધિ જીગર પટેલે કરી હતી. કાર્યક્રમ નું સંચાલન ઐયુબ પઠાણે કર્યું હતું.
