માંગરોળ તાલુકાનાં મોસાલી ચોકડી ખાતે રાહત ફાર્મસી મેડીકલ સ્ટોરનો થયેલો પ્રારંભ : ૧૫ ટકા થી ૯૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ફારૂકભાઈ ભીખુ મેમોરીયલ મેડીકેર રાહત ફાર્મસી મેડીકલ સ્ટોરનું આજે તારીખ ૩૦ મી ઓક્ટોબરના શુક્રવારે રોજ બોપોરે બે કલાકે દુઆ કરી તથા રીબીન કાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં મેડીકલ સેવા ખૂબ જ મોઘી થઈ રહી છે. ઘણી વાર પેસા ન હોવાના કારણે કેટલાક ગરીબ પરિવારોના સભ્યોએ પોતાનાં જીવ પણ ગુમાવ્યાના બનાવો ભૂતકાળમાં બન્યા છે.હાલમાં પણ મેડીકલ સેવા દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. સાથે જ દવાના ભાવો પણ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે ઉપરોક્ત મેડીકલ સ્ટોર નહીં નફો નહીં નુકશાનના ધોરણે રાહત દરે દવાનું વેચાણ કરવાનું શરૂ કર્યું છે. આ મેડીકલ સ્ટોરમાં સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ પણ મળશે, સાથે જ કોસ્મેટિક વસ્તુઓ પણ મળશે. આ મેડીકલ સ્ટોર મોસાલી ચોકડી નજીક આવેલા શાન પ્લાઝા ખાતે આજે તારીખ ૩૦ નાં બોપોરે બે વાગ્યે હઝરત મૌલાના યુસુફ ટકારવીએ દુઆ કરાવી હતી અને તલ્હા ફારૂખ ભીખુએ રીબીન કાપી વિધિ વત રીતે મેડીકલ સ્ટોરને ખુલ્લો મુકવામાં આવ્યો છે. માંગરોળ તાલુકા સહિત આસપાસનાં ગામોની જનતાને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વીનાં ૧૫ ટકા થી ૯૫ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એમ ચાલકોએ જાહેરાત કરી છે. આ ટ્રસ્ટનાં સંચાલક કાસીમ જીભાઈએ ટ્રસ્ટનો ચિતાર રજૂ કરી હવે પછી ટ્રસ્ટનાં નેજા હેઠળ અન્ય જે પ્રોજેક્ટો છે. એની માહિતી આપી હતી. સાથે જ હોમડીલેવરી પણ પુરી પાડવાની જાહેરાત કરાઈ હતી.સમગ્ર મેડીકલ સ્ટોર્સને વતાનુકુલીત સાથે CCTV સુવિધાઓથી સજ્જ કરવામા આવ્યો છે. પાંચ રૂપિયાની ખરીદી કરો કે પાંચ હજારની ખરીદી કરો, તમામ ગ્રાહકને કોમ્યુટર રાઈઝ GST નંબર વાળું બીલ આપવામાં આવશે. આ પ્રસંગે મકસુંદ માજરા (લાલ ભાઈ), આરીફ માજરા, અલ્તાફ લુલાત, મોહમદ અલી અભી તથા મોટીસંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા.