નિઝરનાં પિપરિપાડાની વ્યાજબી ભાવની દુકાનનાં સંચાલિકા વિરુદ્ધ નિઝર મામલતદારે ગુનો નોંધાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં નિઝર તાલુકામાં આવેલ પિપરિપાડા (રાયગઢ 1) ખાતે આવેલી વ્યાજબી ભાવની દુકાન ખાતે ગત તા. 14મી સપ્ટેમ્બરનાં રોજ મામલતદારશ્રી નિઝર જી. આર. વસાવા દ્વારા ચેકિંગ હાથ ધરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વ્યાજબી ભાવની દુકાનનાં સંચાલક ઉર્મિલાબેન જીતેન્દ્રભાઈ વસાવે દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ગેરરીતિ આચરી હોવાનું ફલિત થતાં તેમનાં વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ (વ્યાજબી ભાવની દુકાન લાયસન્સ આપવા બાબત હુકમ 2004) જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રિત હુકમ) 2001 તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955ની કલમ-3નો ભંગ કરી કલમ 7 મુજબ શિક્ષાપાત્ર ગુનો નોંધાવ્યો હતો.
જે અંગે નિઝર પોલીસે તા. 26મી ઓક્ટોબરે ગુનો નોંધી વ્યાજબી ભાવની દુકાનનાં સંચાલિકા ઉર્મિલાબેન જીતેન્દ્રભાઈ વસાવે નો કોરોના રીપોર્ટ કરાવ્યો હતો જે આજરોજ નેગેટિવ આવતાં તેમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.