ઉચ્છલ પોલીસે છાપટી ગામે ચાલતા જુગારનાં અડ્ડા ઉપર રેડ કરી એકને ઝડપ્યો : ઍક વોન્ટેડ
પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ઉચ્છલ પોલીસે આજરોજ છાપટી ગામેથી વરલી મટકાના જુગારનાં અડ્ડા ઉપર રેડ કરી એકને ઝડપી લીધો હતો જ્યારે જુગાર રમાડનારાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ઉચ્છલ પોલીસે આજરોજ તા. ૨૮મી નાં બપોરે બે વાગ્યે ઉચ્છલ તાલુકાનાં છાપટી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા અમીરભાઈ લેજાભાઈ વસાવાનાં ઘરનાં ઓટલા ઉપર ચાલતાં વરલી મટકાનાં જુગારનાં અડ્ડા ઉપર રેડ કરી હતી. રેડ દરમ્યાન પોલીસે જુગાર રમાડવાનું સાહિત્ય કબ્જે કર્યુ હતું સાથે જ આરોપી અમીરભાઈની અંગ ઝડતી વેળા રોકડા રૂપિયા 1410 તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 6410/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. તેમજ મુંબઈથી નિકળતા વરલી મટકાનાં આંકડા ઉપર પૈસા વતી હાર જીતનો જુગાર રમાડનાર અનીલભઈ રહે. વિસરવાડી મહા. ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે અ.પો.કો. દાનુભાઈ રણછોડભાઈની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ ઉચ્છલ પોલીસમાં ફરજ બજાવતા અ.હે.કો. સંદિપભાઈ સુરજીભાઈ કરી રહ્યા છે.
