ફી માફી અંગે રજુઆત કરનાર વિધાર્થીને કોલેજમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાતા એબીવીપીએ તાપી કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યુ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત તારીખ ૧૨ મી ઓક્ટોબર ના રોજ ઉચ્છલની સરકારી વિનિયન કોલેજમાં ટ્યુશન ફી સિવાયની લેવાઈ રહેલી ફી માફ કરવા રજુઆત કરાઈ હતી.
કોરોના કાળને લઈને સમગ્ર દેશ મંદીના મારને સહન કરી રહ્યો છે ત્યારે ઉચ્છલની સરકારી વિનિયન કોલેજના વિધાર્થીઓ એ ઉચ્છલ કોલેજના આચાર્ય અને વીર નર્મદ યુનિવર્સીટી સુરત ખાતે જઇ કોલેજ દ્વારા લેવાઈ રહેલી ટ્યુશન ફી સિવાય ની જીમખાના, લાયબ્રેરી સહિતની તમામ ફી માફ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. જે બાબતને ધ્યાનમાં રાખી ઉચ્છલની સરકારી વિનિયન કોલેજમાં બીજા વર્ષના સેમેસ્ટર ૩ માં પ્રવેશ લેવા ગયેલા વિધાર્થીને આચાર્ય કલ્યાનીબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓ આ પ્રકારની માંગ વિદ્યાર્થી નહીં કરી શકે, આ પ્રકારની માંગ ખોટી છે કહી એડમિશન નહીં આપતા એબીવીપીએ તાપી કલેક્ટર ને રજુઆત કરી છે.