દાદરીયા સુગર પાસેથી સરકારી અનાજ ભરેલ ટેમ્પો SOG તાપીએ ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તાપીનાં પોલીસ સ્ટાફનાં અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ બ.નં. ૬૬૩, આ.પો.કો વિપુલભાઇ રમણભાઇ બ. નં. ૫૦૬ તથા આ.પો.કો. દિગ્વિજયસિંહ કોદરસિંહ બ.નં. પ૨૩ સાથે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે એક સફેદ કલરનો આઇશર ટેમ્પો GJ 05 AV 5393 મા રેશનીંગનો ઘંઉનો જથ્થો ભરી બુહારી થી સુરત તરફ જવાનો છ જે બાતમી અનુસંધાને પોલીસ સ્ટાફનાં જવાનો દાદરીયા સુગર પાસે વોચમાં હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીક્તવાળી આઇશર ટેમ્પો આવતા તેને રોકી ડ્રાઇવરનું નામઠામ પુછતા તે પોતાનું નામ ગોકુળભાઈ બાપુભાઇ શિંદે રહેવાસી, મોરને તા.જી. ધુલીયા ( મહારાષ્ટ્ર ) નો હોવાનું જણાવેલ જેથી તેને ગાડીમાં શું ભરેલ છે તે બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે બુહારી ખાતેથી ઘંઉ ભરી સુરત કડોદારા ખાતે જાય છે તેમ જણાવતા તેની પાસે બીલની માંગણી કરતા તે રજુ કરી શકેલ નહીં અને તેની સાથે આવેલ ઇસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ ઘેવરચંદ મંગીલાલ ગોખરૂ રહેવાસી. ૯ , રૂપ્સાગર રોહાઉસ રાધા કૃષ્ણ મંદિર પાસે, ગોડદરા રોડ સુરત સીટી સુરતનો હોવાનું જણાવેલ. જેથી ઉપરોક્ત આઇશર ટેમ્પોમાં ભરેલ ઘંઉનાં બીલની માંગણી કરતા તે નહીં હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત ઘંઉનો જથ્થો ક્યાં થી લાવેલ છે તે બાબતે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે ઉપરોક્ત જથ્થો ઉદેશીંગ રાજપુત રહેવાસી , દેગામા ગામ તા. વાલોડ જી. તાપી જેઓની દેગામા ખાતે રેશનીંગની દુકાન ચાલતી હોય તેઓ પીકપમાં પાંચ વખત ભરી અમારા બુહારી ખાતે આવેલ ગોડાઉન ઉપર આપી ગયેલ તેમ જણાવતા ઉપરોક્ત આઇશર ટેમ્પોનું વાલોડ ખાતે આવેલ વિકાશ સ્ટોન કવોરી ખાતે આવેલ વજનકાંટા ઉપર વજન કરાવતા ૧૪૦૨૦ કીલોગ્રામ હોય તેમજ તેઓનાં બુહારી ખાતે આવેલ ગોડાઉનમાં ચેક કરતા ૭૦ જેટલી બેગ ભરેલ હોય જેથી આ ઇસમ ગેરકાયદેસર રીતે રેશનીંગનો ઘંઉનો જથ્થો આઇશર ટેમ્પોમાં ભરી સુરત કડોદરા ખાતે લઇ જતા પકડાઇ ગયેલ.
આ જથ્થો રેશનીંગનાં ઘંઉ હોવાનું જણાઇ આવતા આ આઇશર ટેમ્પોમાં ભરેલ રેશનીનો ઘંઉનો જથ્થો પુરવઠા મામલતદારને સોંપી દેવાયો છે.