વઘઇનું આભૂષણ સમાન ભિલીયા ડુંગર ઉપર આવેલ હનુમાન દાદાની દિવ્ય આસ્થાનો પ્રભાવ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી ઉઠ્યો છે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ઈન્ટરનેશનલ સિઘ્ધાશ્રમ લંડન હેરો અને વલસાડ જિલ્લાના વાઘલધરાના સનાતન ધર્માચારી પૂજ્ય રાજ રાજેશ્વર ગુરુજીની પ્રેરણાથી નવરાત્રિ નિમીત્તે સત્સંગ ટીવી પર પ્રસારણ થતી પુ. પ્રફુલભાઇ શુક્લની વાણી દ્વારા ચાલી રહેલ ભાગવત કથામાં આજે ડાંગ જીલ્લાના ભિલીયા ડુંગર હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ અને ગીરાધોધ આંબાપાડાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આંબાપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા નવ દુર્ગા અને ગરબાની રજૂઆત કરવામાં આવી હતી.
ઈન્ટરનેશનલ સિઘ્ધાશ્રમ દ્વારા ડાંગ જીલ્લાના ભિલીયા ડુંગર હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ અને ગીરાધોધ આંબાપાડાના પ્રતિનિધિ ઓ અને આંબાપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનું માનપૂર્વક સન્માન કરી કન્યા પૂજન કરવામાં આવ્યુ હતું. તમામ બાળાઓ ને માનધન અને વસ્ત્રદાન આપવામાં આવ્યુ હતું. અને બાળાઓ દ્વારા ગૌ પૂજન કરવામાં આવ્યુ હતું.
આ પવિત્ર પ્રસંગે ભિલીયા ડુંગર ઉપર આવેલ હનુમાન દાદા ના સ્થાને ભવ્ય મંદિર ગૌશાળા, સિધ્ધ હનુમાન સેના જેવા પવિત્ર સંકલ્પ ઈન્ટરનેશનલ સિઘ્ધાશ્રમ લંડન હેરો અને ગુજરાત વાઘલધરા ના સનાતન ધર્માચારી પૂજ્ય રાજ રાજેશ્વર ગુરુજી દ્વારા કરવામાં આવ્યા છે.