ત્રીજા મહિને પણ અનેક વાહનો RTOના કામે માંગરોળ કેમ્પ ખાતે આવ્યા  

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એક વાર RTO નો કેમ્પ યોજવામાં આવતો હતો. જે પાછળથી કોઈ પણ કારણ વિના બંધ કરી દેવામાં આવતા માંગરોળ, કોસંબા, ઝંખવાવ, તડકેશ્વર, કીમ ચારરસ્તા સહિતના અનેક ગામોનાં વાહન ધારકોએ છેક ૫૮ કિલોમીટર દૂર આવેલા બારડોલી ખાતે RTO ની તમામ કામગીરી માટે જવું પડતું હતું. સાથે જ ઈંધણ નો ખર્ચ પણ વધુ આવતો હતો અને આખો દિવસ બગડતો હતો. સાથે જ RTO બારડોલીનું કમ્પાઉન્ડ પણ વાહનો મુકવા માટે નાનું પડતું હતું. આખરે RTO અધિકારીઓએ પુનઃ માંગરોળ ખાતે દર મહિને એક વાર RTO કેમ્પ યોજવાનો નિર્ણય ઓગષ્ટ માસથી લઈ પ્રથમ કેમ્પ ઓગષ્ટ માસમાં યોજ્યો હતો જેને ભારે સફળતા મળ્યા બાદ, બીજો કેમ્પ સપ્ટેમ્બરમા યોજવામાં આવતા એ કૅમ્પને પણ સફળતા મળી હતી. આજે તારીખ ૨૧ મી ઓક્ટોબરના ત્રીજો કેમ્પ યોજવામાં આવતા આજે પણ ખૂબ મોટી સંખ્યામાં અનેક વાહનો માંગરોળ ખાતે RTO ના વિવિધ કામે વહેલી સવારથી જ આવી ગયા હતા. આમ ત્રીજા મહિને પણ ભારે સફળતા RTO કેમ્પને મળતા આ વિસ્તારના વાહન ચાલોકોએ હવે નિયમિત રીતે દર મહિને માંગરોળ ખાતે આ કેમ્પ યોજવાનું ચાલુ રાખે એવી માંગ કરી છે. આજે કેમ્પમાં આવેલા વાહનો વધુ હોય એક ટ્રસ્ટની ખુલ્લી જમીન આવેલી છે. એમાં વાહનો ઉભા રાખવા પડ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other