સુરતમાં દેશનો લોન્ગેસ્ટ BRTS કોરિડોર બન્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતમાં શહેરી પરિવહન ક્ષેત્રમાં નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના પ્રયાસોથી દેશનો સૌથી લોન્ગેસ્ટ ૧૦૮ કિલોમીટરનો BRTS કોરિડોર બન્યો છે. હાલમાં કુલ-૧૦૨ કિમીનાં BRTS કોરિડોરમાં કુલ-૧૩ રૂટ ઉપર ૧૬૬ થી વધુ બસો કાર્ય રત છે. જેમાં દરરોજ ૧.૦૩ લાખથી વધુ મુસાફરો આવાગમન કરે છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કુંભારિયાથી કડોદરા (૦૬ કિમી લંબાઈ),ના રૂટનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સુરત શહેરમાં વર્ષ ૨૦૦૭ માં જાહેર પરિવહન ઉપલબ્ધ ન હતું. સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર જનતાની રોજબરોજની પરિવહ નની જરૂરિયાત ધ્યાને લઇ પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવાની પહેલ કરી અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સિટીલિંક લિ. નામની પબ્લિક ટ્રાન્સપોર્ટ કંપની બનાવવામાં આવી. સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૬/૦૧/૨૦૧૪ નાં રોજ BRTS બસ સેવા ઉધના દરવાજા-સચિન GIDC વચ્ચે ૧૨ કિમીનાં રૂટ ઉપર શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત મગદલ્લા, સિટી લાઈટ, ઉધના દરવાજાથી સચિન જીઆઇડીસી નાકા, ઓએનજીસી કોલોની-કેનાલ રોડ-સરથાણા જકાત નાકા, અડાજણ પાટિયાથી જહાંગીરપુરા, અડાજણ પાટિયાથી પાલ RTO કોરિડોર, પાલ આરટીઓ ONGC કોલોની, અણુવ્રત દ્વારથી સેન્ટ થોમસ સ્કૂલ જંકશન કોરિડોર, સેન્ટ થોમસ સ્કૂલ જંકશનથી દક્ષેશ્વર મહાદેવ જંકશન, ડિંડોલી વારિગૃહથી હિરા બાગ/ગજેરા સર્કલ, હીરાબાગથી લેક ગાર્ડન, જહાંગી રપુરા, કતારગામ દરવાજાથી કોસાડ સર્કલ એમ કુલ ૧૩ કોરિડોરનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, સુરત બહારથી આવતાં નાગરિકોને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર સીધી કનેક્ટિવિટી મળે તે માટે બી.આર.ટી.એસ. ખુબ સુવિધાજનક છે.