ઉચ્છલ પોલીસે કટાસવાણ બેડકિનાકા ઉપરથી બે ટેમ્પો અને એક ટ્રકમાં લઈ જવાતાં ચાલીસ અબોલ પશુઓને ઉગારી લીધાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ પોલીસે આજરોજ એક જ જગ્યા ઉપરથી અલગ અલગ સમયે કુલ 40 અબોલ પશુઓને ઉગારી લઈ કુલ 13 ઈસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઉચ્છલ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકાંમાં આજરોજ સવારે 8:15 કલાકે કટાસવાણ બેડકીનાકા ઉપરથી આઈશર ટેમ્પો નં. GJ-13 V 6363માં 8 નંગ ભેંસો અને પાંચ પાડિયા તેમજ આઈશર ટેમ્પો નં. GJ 05 AZ 4323માં 8 નંગ ભેંસો અને ચાર પાડિયા મળી કુલ 25 પશુઓને ગેરકાયદેસર રીતે હેરફેર કરતાં ઝડપી પાડી હતી. જે ગુનામાં કુલ સાત ઈસમોની અટક કરી છે તેમજ બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. બીજો બનાવ જોઈએ, જેમાં ઉચ્છલ પોલીસે ઉચ્છલ તાલુકાંમાં આજરોજ સવારે 9:15 કલાકે કટાસવાણ બેડકીનાકા ઉપરથી ટાટા ટ્રક નં.GJ 24 V 4571માં 09 ગાયો તથા 06 વાછરડા મળી કુલ 15 અબોલ પશુઓને ગેરકાયદેસર રીતે હેરફેર કરતાં કુલ 03 ઈસમોને ઝડપી પાડ્યા હતાં તેમજ એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ બંને બનાવ અંગે ઉચ્છલ પોલીસે અલગ અલગ ગુનાઓ નોંધી કાયદેસર કાર્યવાહિ હાથ ધરી હતી.
આમ આજરોજ ઉચ્છલ પોલીસે કુલ 40 અબોલ પશુઓને ઉગારી લીધી હતી અને બે અલગ અલગ ગુનાઓમાં કુલ 13 ઈસમો વિરુધ કાયદેસર કાર્યવાહિ હાથ ધરી હતી