ઓલપાડની યુવતિનું મહાલ કેમ્પ સાઇટ વિસ્તારમાં નદીમાં ડૂબી જતાં મોત

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લાના ઘાઢ જંગલ વિસ્તાર ગણાતા મહાલ કેમ્પ સાઇટ વિસ્તારમાં સુરતથી સહેલગાહે આવેલ સહેલાણીનું નદીમાં ડૂબી જતાં મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડ તાલુકાના કાછોલ વિસ્તારમાં રહેતી ચૈતાલીબેન અસ્વીનભાઈ પટેલ ઉ. 19 પોતાના પરિવાર સાથે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહાલ કેમ્પ સાઇટ ખાતે વન ડે પિકનિક માટે આવ્યા હતા. બપોરના સમયે પાસે વહેતી પૂર્ણાં નદીના વહેતા પાણીમાં હાથ પગ ધોઈ રહ્યા હતા, તે વેળા અચાનક તેમનો પગ લપસી જતા જોત જોતામાં યુવતી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના તરવૈયા યુવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરતા યુવતી નદીના વહેણમાં તણાય ગયેલ હાલતમાં મળી આવતા બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ સુબિર પોલીસ મથકે કરતા પોલીસે મૃતક યુવતીની લાશનો કબજો મેળવી પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુબિર પોલીસે અકસ્માત મોત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *