તાપી જિલ્લાંમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી

ફાઈલ ફોટો

Contact News Publisher

નવરાત્રીના તહેવાર સંદર્ભે કલેક્ટર હાલાણીની અદયક્ષતામાં
ગરબા મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ

માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અને સોશ્યલ ડિસ્ટ નન્સિંગ સહિતની એસઓપીના પાલન સાથે કરી શકાશે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  તાપી કલેકટર આર.જે હાલાણીએ આજે આગામી નવરાત્રી સહિત અન્ય ધાર્મિક-સામાજીક ઉત્સોવ-પ્રસંગોને ધ્યાને લઇને વિવિધ ગરબા મંડળો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગ કરી કેન્દ્રમ/રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ COVID-19ની ગાઇડ લાઇનનું ચુસ્તોપણે પાલન કરવાનુ જણાવી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટદન્સં જાળવવા ઉપર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું કે, નવરાત્રિ દરમિયાન તાપી જિલ્લા્માં જાહેર કે શેરી ગરબા સહિત કોઇપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. જો કોઇ આયોજકો આ અંગે આયોજન કરવામાં ઇચ્છ‍તા હોય તો તેઓએ આ અંગે અગાઉથી જિલ્લાા વહીવટીતંત્રની સંમતિ લેવી પડશે તેમજ કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તરપણે પાલન કરવાનું રહેશે. નવરાત્રિ દરમ્યાન માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાોપન કરીને પૂજા આરતી વધુમાં વધુ ૨૦૦ વ્યશકિતઓની ઉપસ્થિનતિમાં અને સોશ્યલ ડિસ્ટ્ન્સ સહિતની એસ.ઓ.પીના ચુસ્ત પાલન સાથે કરી શકાશે. તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહી, માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે, પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય.
વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે નવરાત્રિના ગરબા, દશેરા, શરદ પૂનમ, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન સહિત તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તેનું ચુસ્તનપણે પાલન કરવાનું રહેશે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર ૨૦૨૦ થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. ૨૦૦થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે. તમામે એસઓપી ની સુચનાઓનું પાલન અવશ્ય કરવાનું રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા ગુટખાના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના ૫૦ ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે. તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહી .
આ બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી સુજાતા મજમુદાર, અધિક કલેકટરશ્રી બી.બી.વહોનીયા, વ્યારા પ્રાંત અધિકારી શ્રી હિતેષ જોષી, નિઝર પ્રાંત શ્રી દેસાઈ,તમામ મામલતદારો સહિત ચીફ ઓફિસરો ઉપસ્થિયત રહયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other