વ્હાલી દિકરી યોજનામાં અરજી કરવા મુદતમાં વધારો કરવામાં આવ્યો.  

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  રાજ્યમાં દિકરીઓના જન્મદરને વધારવા અને કન્યા કેળવણીમાં વધારો કરવા ‘વ્હાલી દિકરી યોજના’ અમલમાં મુકવામાં આવી છે. જેમાં લાભ મેળવવા દિકરીના જન્મના એક વર્ષ સુધી અરજી કરવાની હોય છે, પરંતુ હાલ કોવિડ-૧૯ મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ તથા લોકડાઉનના કારણે સમયસર અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. ‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત તા.૦૨/૦૮/૨૦૧૯ થી તા.૩૧/૦૩/૨૦૨૦ દરમિયાન જન્મેલી બાળકીઓના કિસ્સામાં અરજી કરવાની સમય મર્યાદામાં છ માસનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે અરજી કરવાની મુદ્દત ૧૮ માસ કરવામાં આવી છે, એમ મહિલા અને બાળ વિકાસ અધિકારી, સુરત દ્વારા જણાવાયું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other