સુબીર તાલુકાના શેપુઆંબા ગામે યોજાયેલ કોગ્રેસની બેઠકમાં ઇસખંડી જાગીરી મંડળીના ૪૦૦ સભ્યોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વર્ષ ૨૦૧૭ માં યોજાયેલ લોકસભાની ચુંટણી માં ઇસખંડી જાગીરી મંડળી ના ૦૨ હજાર સભ્યો એ ભાજપ ની નીતી ને આવકારી મંત્રી ગણપત વસાવા ના હસ્તે ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો.
ઇસખંડી જાગીરી મંડળીના ૪૦૦ સભાસદો એ ભાજપ ની નીતી રીતી સામે રોષ વ્યકત કરી કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી ના હસ્તે કોગ્રેસ નો ખેસ ધારણ કર્યો.
ડાંગ ૧૭૩ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જીતવા ભાજપ અને કોગ્રેસની બેઠક નો ધમધમાટ શરૂ થયો છે જેમાં ભાજપ અને કોગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં કાર્યકરોના જોડાવાનો જાણે સીલસીલો શરૂ થઈ ગયો હોય તેમ મંગળવારના રોજ સુબીર તાલુકાના શેપુઆંબા ગામે માજી સાંસદ કિશનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોગ્રેસની કાર્યકરોની બેઠક યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત કોગ્રેસના કાર્યકરોને પેટા ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે માર્ગ દર્શન પુરૂ પાડયું, જયારે આ બેઠક માં વર્ષ ૨૦૧૭ માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ડાંગ ઇસખંડી જાગીરી મંડળના બે હજાર સભાસદો એ ભાજપની વિકાસ નીતિને આવકારી ખેસ ધારણ કર્યો હતો પણ હાલ રાજકીય સમીકરણો બદલાયા છે. જેમાં આજ રોજ સુબીર ખાતે મળેલી કોગ્રેસની બેઠકમાં ઇસખંડી જાગીરી મંડળીના સભાસદોએ ભાજપની નીતી રીતીને પોકળ ગણાવી ઇસખંડી જાગીરી મંડળી પ્રમુખ સામદરાશ સહિત અન્ય સભ્યોએ ભાજપ પ્રત્યે અસંતોષ દાખવીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો સાથ છોડી કોંગ્રેસના ઉમેદવાર ને ટેકો જાહેર કરી માજી સાંસદ કિશનભાઇ પટેલના હસ્તે કોગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાતા ડાંગ લના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ બેઠકમાં કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી સહિત ઇસખંડી જાગીરીના પ્રમુખ સામદરાવ, મંત્રી કોગ્રેસ આગેવાન ગૌતમ પટેલ, બાબુ બાગુલ સામરાવ, કોશીમદાના રાજુ ગામિત, વઘઇ સરપંચ મોહન ભોયે, રાહુલ બાજીરાવ દેવરામ, કિશનભાઇ ભુપેન્દ્ કુંવર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.