આત્મહત્યા નિવારણ હેલ્પ લાઈને, ઉમરપાડાના ખાબા બગલી ગામનાં યુવકની જીદગી બચાવી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તરફથી આત્મહત્યા નિવારણ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. આ લાઈન થોડા દિવસ અગાઉ જ શરૂ કરવામાં આવી છે. શરૂ થયાબાદ આ હેલ્પ લાઈનથી ઘણા લોકોની જીદંગી બચી જવા પામી છે.આમ આ હેલ્પ લાઈન આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખાબાબગલી ગામનો યુવક સંજય ગનીયા વસાવા,ઉંમર ૩૧ વર્ષ અને એની પત્ની લતાબેનનો ઘરનો સામાન્ય ઝઘડાને લીધે, લતાબેન પોતાની બે પુત્રીઓને લઈ રિસાઈને પિયર જતી રહી હતી. લતાબેનને અવાર નવાર તેડવા જતા એ આવતી ન હતી. સાથે જ બંન્ને પુત્રીઓની પિતા સાથે વાત પણ કરાવતી ન હતી. જેથી છેલ્લા દોઢ માસથી સંજયભાઈ ખુબજ તણાવમાં રહેતા હતા. જેથી મનમાં ખોટા વિચારો આવતાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. આ વખતે એને સુરત ગ્રામ્ય પોલીસ તરફથી બહાર પાડવામાં આવેલી થોભો જીવન અમૂલ્ય છે, આત્મહત્યા ન કરો, અમારી મદદ લો. એવા હેલ્પલાઇનના બેનરો જોવા મળતા બેનરમાં દર્શાવેલ નંબર ઉપર ડાયલ કરી, પોતાની આપવીતી જણાવી, પોલીસની મદદ માંગતા ઉમરપાડા પોલીસ મથકનાં PSI કે.ડી. ભરવાડ અને એમની ટીમ યુવકની મદદે પોહચી હતી. યુવકને આશ્વાસન આપી, પત્ની તથા પુત્રીઓ સાથે મિલન કરાવી આપવાની બાંહેધરી આપી જીવન અમૂલ્ય છે અને તેને હિંમતથી અને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપતાં, યુવક તણાવ મુક્ત થયો હતો. આમ સુરત જિલ્લા પોલીસ તરફથી શરૂ કરવામાં આવેલી આત્મહત્યા હેલ્પ લાઈને ઉમરપાડાના આ યુવકની જીદંગી બચાવી એક ઉમદાકાર્ય કર્યું છે. જેની ચારે તરફ ભારે પ્રસશા થઈ રહી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *