સોનગઢનાં કિકાકુઈ ખાતેથી વિદેશી દારુ સાથે સુરતનાં બેને તાપી જીલ્લા LCBએ ઝડપી લીધાં : એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ આજરોજ ગ્રાન્ડ i10 ગાડીમાં વિદેશી દારુની હેરફેર કરતાં સુરતનાં બે ઈસમોને 28 હજારનાં દારુ સાથે સોનગઢનાં કિકાકુઈ ગામે આવેલ આશિર્વાદ હોટલ સામેથી ઝડપી લીધાં હતાં તેમજ વિદેશી દારુ ભરાવી આપનાર એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સોનગઢ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, આજે તા. 12મીએ તાપી જીલ્લા LCBની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન અંદાજે બે વાગ્યે તાપી જીલ્લાના સોનગઢ થી સુરત તરફ જતા નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર કિકાકુઈ ગામે આવેલ આશિર્વાદ હોટલની સામેથી હ્યુન્ડાઇ કમ્પનીની ગ્રાન્ડ I10 ગાડી નંબર GJ 05 – JR – 5198 ગાડીને અટકાવી તપાસ કરતા.
જેમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના બિયરના બોક્ષ નંગ ૧૦ જેમાં ૨૪૦ નંગ બિયર ( ૧૨૦ લીટર ) જેની કિંમત ૨૪૦૦૦ / – તથા ૨ હિસ્કીની બોટલ જેની કિંમત રૂપિયા ૪૦૦૦/- મળી આવતાં ગાડીમાં સવાર ( ૧ ) સુરેશભાઈ એકનાથ પાટીલ ઉ.વ .૨૪ હાલ રહે . મકાન નંબર ૯૩ માન સરોવર સોસાયટી , ચલથાણ સુરત મુળ રહે . ૩૮/૨૦૨ સિધ્ધી એપાર્ટમેન્ટ અંબીકા નગર પાડેસરા સુરત સીટી ( ૨ ) સૌરભભાઈ શંકરભાઈ અગ્રવાલ ઉ.વ .૩૦ રહે . શંકરલાલ બી / ૩૦૪ કાકડીયા બેંક સામે સી.આઈ.ટી.આઈ ઘોડ દોડ રોડ, સીટી એસ.વી.આર. કોલેજ સુરતને ઝડપી પાડી ગાડીની અંદાજે કિંમત રુ. 2 લાખ તથા તથા મોબાઇલ નંગ -૩ કી.રૂ. ૧૯૦૦૦ / – મળી કુલ કી.રૂ.૨,૪૭,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ દારુ ભરાવી આપનાર કાકા વાઈન શોપ નવાપુરનો માલીક (જેના પુરા નામની ખબર નથી) તા . નવાપુર જી.નંદુરબારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જે અંગે તાપી જીલ્લા લોક્લ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અ.પો.કો. શશીકાંતભાઈ તાનાજીભાઈની ફરિયાદનાં આધારે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.